પત્નીને સેક્સ સમયે ખૂબ પીડા થાય છે, મારે શું કરવું? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પત્નીને સેક્સ સમયે ખૂબ પીડા થાય છે, મારે શું કરવું?

પત્નીને સેક્સ સમયે ખૂબ પીડા થાય છે, મારે શું કરવું?

 | 2:40 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લિંગમાં ઉત્તેજના નથી થતી, મેં અમારા ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો તેમણે મને જણાવ્યું કે હોર્મોન્સમાં બદલાવ આવ્યો હોય તેના કારણે લિંગમાં ઉત્તેજના ન આવતી હોય. તો મારે જાણવું છે કે લિંગમાં ઉત્તેજના આવે તે માટે શું કરવું? મને કોઇ આયુર્વેદિક પદ્ધતિ જણાવશો જેથી મારી આ તકલીફ દૂર થઇ જાય.

જવાબ : હોર્મોન્સમાં બદલાવ આવે ત્યારે કોઇવાર લિંગમાં ઉત્તેજના ન આવે એવું નથી બનતું હોતું, બને કે તમને બીજી કોઇ તકલીફ હોય, આ માટે બીજો કોઇ ઉપાય કરતાં પહેલાં તમે કોઇ સારા ડોક્ટરને આ વિશે વાત કરો, આ માટે કોઇ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરો, તમને ખરેખર શું તકલીફ છે તે જાણો અને પછી જ દવા કરાવડાવો, આ માટે જાતે કે કોઇને પૂછીને દવા કરીને નવી મુશ્કેલી વહોરવાને બદલે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવડાવો, કેમ કે તમારી ઉંમર ઘણી નાની છે. આટલી નાની ઉંમરમાં હોર્મોન્સને લગતો તો કોઇ પ્રશ્ન જ ન હોય.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૪ વર્ષની છે, મારાં લગ્નને ચાર વર્ષ થઇ ગયાં છે. મારી સમસ્યા એ છે કે હું જ્યારે પણ સેક્સ કરું ત્યારે માત્ર બે જ મિનિટમાં વીર્ય સ્ખલન થઇ જાય છે. આ કારણે પત્નીને સંપૂર્ણ સંતોષ નથી થતો. વીર્ય સ્ખલનનો સમય લંબાય તે માટે કોઇ ઉપાય જણાવશો.

જવાબ : બજારમાં એવા કોન્ડોમ ઉપલબ્ધ છે જેનાથી આ સમય થોડો લંબાતો હોય છે. આ કોન્ડોમમાં એક પ્રકારનું લુબ્રિકન્ટ લગાવવામાં આવ્યું હોય છે. આ સિવાય તમે પેનિસનો વજાઈનાપ્રવેશ કરાવડાવો ત્યારે થોડી અનરોમેન્ટિક વાતચીત કરવાનું રાખો, ધ્યાન થોડું બીજે પરોવાશે અને થોડી સામાન્ય વાતો થશે તો આ સમય પણ લંબાશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. મારી સમસ્યા એ છે કે લગ્નના પહેલા વર્ષે અમે સેક્સનો ભરપૂર આનંદ માણતાં, ઘણીવાર એક જ રાત્રીમાં બે વાર સેક્સ થઇ જતું. ઘણીવાર દિવસમાં અમે ત્રણવાર પણ સેક્સ કરતા. હમણાંથી મારી પત્નીને સેક્સમાં ખૂબ તકલીફ થાય છે, તેને પીડા થતી હોવાથી હું મારી ઇચ્છાને દબાવી દઉં છું. તેને દુખાવો પહેલાં નહોતો થતો, હવે શા માટે થાય છે તે વિશે મને નથી ખબર પડતી. તેને આવી પીડા ન થાય તે માટે કોઈ ઉપાય જણાવશો.

જવાબ : લગ્નના પહેલા વર્ષે કામોત્તેજના વધારે હોય તે સ્વાભાવિક છે. જરૂરી નથી કે પહેલા વર્ષે જેટલી ઉત્તેજના થતી હોય એટલી જ ઉત્તેજના હંમેશાં રહે. તેમાં ઘટાડો પણ થાય અને વધારો પણ થતો રહેતો હોય. વળી દિવસમાં ત્રણવાર કે એક રાત્રિમાં બે વાર સેક્સ પીડાદાયક થઇ જ જતું હોય છે. આ પ્રકારના સેક્સમાં ફોરપ્લે વધારે સમય સુધી પુરુષ નથી કરતો હોતો. સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે ફોરપ્લેમાં સમય વધારે પસાર કરવો પડતો હોય છે. ખાસ કરીને લગ્નના અમુક સમય બાદ સ્ત્રી જ્યારે આખા ઘરનું કામ કરીને થાકી હોય, તેની ઉપર સામાજિક અને ઘરની બંને જવાબદારી હોય ત્યારે તેના મનમાં એકસાથે અનેક વિચારો ચાલતા હોય છે. એવે સમયે તેના મનમાંથી આ વિચારો દૂર કરી તેને ઉત્તેજિત કરવા ફોરપ્લેમાં થોડો વધારે સમય પસાર કરવો પડે છે. સ્ત્રી સરખી ઉત્તેજિત ન હોય તે જ અવસ્થામાં સેક્સ કરવામાં આવે તો તેના માટે તે સેક્સ આનંદના બદલે પીડાદાયક બની જતું હોય છે. સ્ત્રીની સરખામણીમાં પુરુષને ઉત્તેજિત થતાં વાર નથી લાગતી. તમારી પત્નીને પીડા ન થાય તે માટે સેક્સ પહેલાં લાંબો સમય ફોરપ્લેમાં પસાર કરો, તેને ગમતી વાતો કરો, તેનાં વખાણ કરો, તેની સાથે થોડી મસ્તી કરો, તેને માનસિક રીતે તૈયાર કરો, તે ઉત્તેજિત થાય તેવી જગ્યાએ ટચ કરો ને પછી સેક્સ કરો. આમ કરશો તો પીડા નહીં થાય.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષની છે. હું જે જગ્યાએ જોબ કરું છું તે જ જગ્યાએ મારી સાથે એક છોકરી નોકરી કરે છે. તેના માટે મને લાગણી થઇ ગઇ છે. હું તેને પ્રેમ કરવા લાગ્યો હોઉં તેમ મને લાગે છે. મારી સમસ્યા એ છે કે હું હેન્ડિકેપ છું. તો મારે જાણવું છે કે શું હું તેને મારી લાગણી વિશે જણાવું?

જવાબ : લાગણીને શારીરિક તકલીફ સાથે કોઇ લેવાદેવા નથી હોતી. જો તે છોકરીને પણ તમારા માટે લાગણી હશે તો તે ચોક્કસ તમારા પ્રેમનો સ્વીકાર કરશે. પણ સીધી પ્રેમની પ્રપોઝલ મૂકતાં પહેલાં તેની સાથે મૈત્રી કરો, તેની સાથે વાતો કરી તેની તમારા માટેની લાગણી અને વિચારો કેવા છે તે જાણવા પ્રયત્ન કરો. તમને તેની વાત અને વર્તન પરથી એવું લાગે કે તેને પણ તમારા માટે લાગણી છે તો ચોક્કસ તેને તમારા મનની લાગણી જણાવો.

પ્રશ્ન : નમસ્તે સર, મને કસરત કરવાનો ખૂબ શોખ છે. મારે મારા શરીરને કસરત કરીને મજબૂત બનાવવું છે. પણ મારી સમસ્યા એ છે કે હું કસરત કરું તો મને ચક્કર આવવા લાગે છે. આ કારણે હું સરખી કસરત નથી કરી શકતો. મને તકલીફ થાય છે. મારા બધા જ મિત્રોને કોઇ જ પ્રશ્ન નથી નડતો. મને આ માટે કોઇ ઉપાય જણાવશો.

જવાબ : કસરત કરવાની શરૂઆત કરો ત્યારે થોડી તકલીફ થતી હોય છે. શરીર દુખવા લાગે, અશક્તિ લાગવી આ બધું નોર્મલ છે પણ કસરત સમયે ચક્કર આવવા એ ચિંતાનો વિષય છે. બને કે તમારામાં હિમોગ્લોબીનની ઉણપ હોય. તેની ઉણપને કારણે પણ તમને ચક્કર આવતાં હોય. તમે જણાવ્યું નથી કે તમે કસરત કરવાની શરૂઆત કેટલા સમયથી કરી છે. તેમ છતાં એકવાર આ વિશે ડોક્ટરની સલાહ લઇ લો. તે હિમોગ્લોબીન ટેસ્ટ કરાવવાનું કહેશે, અને તે મુજબ દવા લખી આપશે. આ દવા લેવાથી ચક્કર નહીં આવે. બાકી હેલ્ધી ખોરાક ખાવાનું રાખવું. બને તેટલાં લીલાં શાકભાજી, તેનો રસ, ફળના જ્યૂસ વગેરે પીવાનું રાખો. આમ કરવાથી ચક્કર નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન