Gujarat : wife-before-husband-friend-divorce in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • લગ્ન બાદ પત્ની સતત ફોન પર કરતી હતી વાત, ભાંડો ફૂટતા પતિ રહી ગયો દંગ

લગ્ન બાદ પત્ની સતત ફોન પર કરતી હતી વાત, ભાંડો ફૂટતા પતિ રહી ગયો દંગ

 | 7:00 am IST

। અમદાવાદ ।

એક કા તીનમાં ઠગાઈનો ભોગ બનેલા બે ફરિયાદી વચ્ચે અવારનવાર થતી મુલાકાતે સસરા અને જમાઈનો સંબંધ બંધાયો હતો. જો કે, પત્નીએ અગાઉના પતિથી ડિવોર્સ લીધા વગર બીજા લગ્ન કર્યાનું ચાર વર્ષ બાદ પતિને ધ્યાને આવ્યું હતું. જેના પગલે જમાઈએ સસરા અને પત્ની વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે સાંજે નોંધાવી છે.

શાહીબાગની ગર્વમેન્ટ એ કોલોનીમાં આરીફ બહાદુરભાઈ શેખ (ઉં,૩૨) પ્રિન્ટીંગ પ્રેસ ધરાવી વેપાર કરે છે. ૨૦૧૧માં એક કા તીન કૌભાંડમાં આરીફ શેખ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ જેના કારણે આરીફ શેખ અને અન્ય ફરિયાદીઓ પણ ત્યાં આવતાં તપાસના કામે આવતા હતા. આરીફ શેખની મુલાકાત ઈકબાલ મુસ્તુફામિયા સૈયદ રહે, આમીર પાર્ક, જુહાપુરા સાથે મુલાકાત થઈ હતી.

આરીફ શેખે અગાઉની પત્ની ગઝાલાથી છૂટાછેડા લીધાની જાણ ઈકબાલભાઈને કરી હતી. આથી, ઈકબાલભાઈએ આરીફને જણાવ્યું કે, મારી પુત્રી નફીશાએ તેના અગાઉના પતિ અંકુશ અશોક ગાયકવાડ સાથે છૂટાછેડા લીધા છે. જો તમને બન્નેને અનુકુળ આવે તો આપણે સગાઈ કરી તમારા લગ્ન કરીશું. આરીફ અને નફીશાની સહમતીથી માર્ચ,૨૦૧૫માં લગ્ન થયા હતા. નફીશાએ પણ તેના છૂટાછેડા થઈ ગયાનું આરીફને જણાવ્યું હતું. લગ્ન બાદ પત્ની સતત ફોન પર વાત કરતી હોવાથી આરીફને શંકા ગઈ હતી. જેમાં ભાંડો ફૂટયો કે પત્ની તેના અગાઉના પતિ સાથે વાતચીત કરે છે. અંકુશે ફોન કરી આરીફને જાણ કરી નફીશા તેના છૂટાછેડા થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન