Wife can Know About Husband's Income Through by RTI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પત્નીથી પગારની માહિતી છુપાવનારા પતિદેવો સાવધાન, RTI દ્વારા કઢાવી શકે છે માહિતી

પત્નીથી પગારની માહિતી છુપાવનારા પતિદેવો સાવધાન, RTI દ્વારા કઢાવી શકે છે માહિતી

 | 9:44 am IST

રાઈટ ટુ ઈન્ફોર્મેશન (Right To Information-RTI) દ્વારા સરકાર કે તંત્ર પાસેથી સાચી માહિતી મેળવવા માટે કરવામાં આવે છે. પરંતુ હવે ઘરની માહિતી માટે RTIની અરજી કરવામાં આવી શકે છે. પત્ની પોતાના પતિનો પગાર કેટલો છે તે જાણવા માટે RTI કરી શકે છે.

ઘણા પતિદેવો એવા પણ છે કે જે પોતાની સેલરી સ્લિપ (Salary Sleep) પોતાની પત્ની (Wife)ને બતાવતા નથી અને પગાર ઓછો હોવાનું કહેતા હોય છે. પરંતુ સરકારે એક એવો રસ્તો બતાવ્યો છે જેની મદદથી તે પતિની સેલરી જાણી શકે છે. પત્ની માહિતીના અધિકાર એટલે કે RTI હેઠળ ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department)માં અરજી કરીને જાણી શકે છે કે તેના પતિને તેનો ડિપાર્ટમેન્ટ કેટલો પગાર આપે છે?

આ ઘટના રાજસ્થાનના જોધપુરમાં સામે આવી છે. અહીં એક મહિલાએ ઇનકમ ટેક્સ વિભાગમાં RTI દાખલ કરી પોતાના પતિની ગ્રોસ અને ટેક્સેબલ ઇનકમની જાણકારી માંગી હતી. ઇનકમ ટેક્સ વિભાગે મહિલાના પતિને નોટીસ જાહેર કરતાં કહ્યું હતું કે, તેની પત્ની જાણકારી માંગી રહી છે. મહિલાના પતિએ ઇનકમ ટેક્સ વિભાગને નિયમોનો હવાલો આપતાં આ જાણકારી આપવાની ના પાડી દીધી હતી.

મહિલાએ કેન્દ્રીય સૂચના આયોગમાં ફરિયાદ કરી તો સૂચના આયોગે જોધપુરમાં સ્થિત ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું હતું કે, તેને આ પ્રકારની સૂચના આપવા અને સાથે 15 દિવસની અંદર જ મહિલાએ માંગેલી માહિતી આપવા આદેશ કર્યો છે.

કેવી રીતે કરશો RTI?

સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે.

કેવી રીતે લખશો RTI એપ્લિકેશન

કોઈ પણ માહિતી મેળવવા માટે કોઇ નક્કી પ્રોફાર્મા નથી. સાદા કાગળ પર હાથ વડે લખીને અથવા ટાઇપ કરાવીને 10 રૂપિયાની નક્કી ફી સાથે પોતાની એપ્લિકેશન સંબંધિત અધિકારી પાસે કોઇપણ રૂપમાં (પોતે અથવા પોસ્ટ દ્વારા) જમા કરાવી શકો છો. હિંદી, અંગ્રેજી અથવા કોઇપણ સ્થાનિક ભાષામાં એપ્લિકેશન આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન