હોટલમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઇ પત્ની અને પછી.... - Sandesh
  • Home
  • Gujarat
  • હોટલમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઇ પત્ની અને પછી….

હોટલમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઇ પત્ની અને પછી….

 | 4:33 pm IST

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રહેતા યુવક પાસે લગ્નનાં ચોથા દિવસે જ પત્નીએ છૂટાછેડાની માંગ કરી દીધી હતી. યુવકે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. જો કે થોડાક દિવસ પછી યુવકે પત્નીને પ્રેમી સાથે હોટલમાં રંગરેલિયા મનાવતા ઝડપી પાડી હતી. ત્યારબાદ યુવતીએ સાસરિયાઓ સામે ત્રાસ અને ખાધાખોરકીનો કેસ કરતા હોબાળો મચી ગયો હતો. આ અરજી પર કૉર્ટે ચુકાદો આપ્યો હતો.

વસ્ત્રાપુરમાં રહેતા યુવકનાં લગ્ન સુરેન્દ્રનગરની યુવતી સાથે 24 જૂન 2016માં થયા હતા. લગ્નની ચોથી રાત્રે જ યુવતીએ યુવક પાસે છૂટાછેડા માંગ્યા હતા. જો કે ત્યારે યુવકે વાતને ગંભીરતાથી લીધી નહોતી. ત્યારબાદ યુવતીએ ફેશન ડિઝાઇનિંગનો કૉર્સ કરવાનું કહેતા પતિએ તેને ખોખરાની કૉલેજમાં એડમિશન અપાવ્યુ હતું. 25 ઑક્ટોબર 2016નાં રોજ પ્રિયા ઘરેથી કૉલેજે જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે 2 યુવકો સાથે બાઇક પર જતી હતી ત્યારે પતિ તેને ઓળખી ગયો હતો. પતિએ તેનો પીછો કરતા તેની પત્ની 2 યુવકો સાથે બાપુનગરની હોટલ અતિથી પેલેસમાં ગઇ હતી, જ્યાં તે એક યુવક સાથે રૂમમાં ગઇ હતી.

પતિએ રૂમ ખોલાવતા પત્ની અન્ય યુવક સાથે રૂમમાં રંગરેલિયા મનાવતી ઝડપાઇ હતી, ત્યારબાદ પતિએ પત્ની અને તેના પ્રેમી સામે વ્યભિચારની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીને પિયર મોકલી દીધી હતી. ત્યરબાદ યુવતીએ સાસરિયાઓ સામે ત્રાસ આપતા હોવાનો અને ખાધાખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. જો કે પત્ની સામેનો વ્યાભિચારનો આક્ષેપ પૂરવાર થતા પત્ની ખાધાખોરાકી મેળવવા હકદાર નથી તેમ કૉર્ટે જણાવ્યું હતું. કૉર્ટે બંને પક્ષનાં પુરાવા અને દલીલોને ધ્યાને લીધા બાદ પત્નીનાં ત્રાસ અને ખાધા ખોરાકીની અરજી નામંજૂર કરી હતી.