Wife complains to police against businessman Husband in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ખ્યાતનામ વેપારીએ પત્ની સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, હેવાનિયત છૂપાવવા પોલીસને કરી વિનંતી

ખ્યાતનામ વેપારીએ પત્ની સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, હેવાનિયત છૂપાવવા પોલીસને કરી વિનંતી

 | 5:57 pm IST

અમદાવાદ શહેરના ખ્યાતનામ વેપારી અને તેમની પત્ની વચ્ચે ચાલી રહેલો ખટરાગ પોલીસ મથકે પહોંચ્યો છે. વેપારીની પત્નીએ મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પત્નીને 5 દિવસ ઘરમાં ગોંધી રાખવી, માર મારવો, ચેક પર સહી લઈને રૂપિયા પડાવી લેવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી છે.

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને કાપડના વેપારી વિરુદ્ધ તેમની જ પત્નિએ ફરિયાદ નોંધાવી છે. વેપારીની પત્નિએ વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોઁધાવી છે કે તેમના પતિ મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરે છે. ઉપરાંત પરિણીતાના સાસરિયા તેમને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં અવ્યો છે. વેપારીએ પત્નીને 5 દિવસ પોતાના ઘરમાં ગોંધી રાખી માર પણ માર્યો હતો અને તે પણ એટલી હદે કે ફરિયાદીને હાથે ફ્રેકચર થયુ હતુ. આટલો જુલમ ઓછો હોય તેમ આરોપી પતિએ પત્નિને માર મારી તેની પાસેથી 19 લાખના ચેકો પર સહિઓ કરાવી રૂપિયા પડાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહત્વનુ છે કે 24 વર્ષના લગ્ન ગાળા દરમિયાન પરિવારમાં બે બાળકો પણ છે. પરંતુ આરોપી પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વિના પત્ની પર અમાનષી અત્યાચાર ગુજારતો હતો. પરંતુ સામાન્ય પરિવારમાથી આવતી પત્નીએ પતિના તમામ જુલમો સહન કર્યા પરંતુ આખરે સહનસિલતાની હદ આવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જેમા આરોપીએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્નીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પતિની પોલીસે ધરપકડ કરી છે. જોકે પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ જાહેર ન થાય તે અંગે પોલીસને રજૂઆત કરી રહી હતી. જેથી પોલીસ પણ મુંજવણમાં મુકાઈ હતી. જોકે ફરિયાદીના આક્ષેપ પ્રમાણે પતિની સાથે તેના સાસરિયા પણ ગુનામાં સંડોવાયેલ છે. જે અંગે પોલીસે તેમની વિરુદ્ધમાં પુરાવા એકઠા કરવાની જતવીજ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : દેવેન્દ્ગ ફડણવીસે CM પદેથી આપ્યું રાજીનામુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન