wife creates scene on road after she spotted her husband with other woman
  • Home
  • Featured
  • VIDEO: પતિને કારમાં બીજી યુવતી સાથે ઝડપ્યો, પત્નીએ રસ્તા વચ્ચે ધારણ કર્યું અસલી સ્વરૂપ

VIDEO: પતિને કારમાં બીજી યુવતી સાથે ઝડપ્યો, પત્નીએ રસ્તા વચ્ચે ધારણ કર્યું અસલી સ્વરૂપ

 | 7:14 pm IST

મુંબઈના ભર બજારમાં એક એવી ઘટના બની કે લોકો રસ્તા પર કાર ઉભી રાખીને જોવા લાગ્યા. પોલીસ પણ અસંમજસમાં મુકાઈ ગઈ. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. શનિવારે મુંબઈના પેડર રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેનું કારણ હતું એક દંપતીનો ઝઘડો. પતિ અને પત્નીના ઝઘડા પાછળનું કારણ હતું પતિની કારમાં બેઠેલી અજાણી યુવતી.

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક મહિલા તેના પતિની કારનો પીછો કરી રહી હતી. મહિલાના પતિએ તેની કારમાં એક યુવતીને બેસાડી હોવાને કારણે પત્ની તેનો પીછો કરી હતી. મહિલાને આશંકા હતી કે તેના પતિને આ યુવતી સાથે ખરાબ સંબંધો છે. તેથી પતિની કારનો પીછો કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ રસ્તા વચ્ચે જ ધમાલ કરી હતી અને તેના પતિને કારની બહાર નીકળવાનું કહ્યું હતું. એટલું જ નહીં મહિલા ધમાલ મચાવતા કારના બોનેટ પર પણ ચઢી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કારમાંથી તેનો પતિ જ્યારે બહાર આવ્યો હતો ત્યારે તેણીએ તેને લાત પણ મારી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મહિલાને ચલણ પણ આપ્યું છે. કારણ કે રસ્તા વચ્ચે ધમાલ કરીને ટ્રાફિકજામ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન