wife enters inside the bus from window viral video on social media
  • Home
  • Featured
  • VIDEO: કાકાએ કાકીને બારીએથી બસમાં ઘુસાડ્યા બાદ જે હાશકારો અનુભવ્યો, એ અવર્ણનીય છે!

VIDEO: કાકાએ કાકીને બારીએથી બસમાં ઘુસાડ્યા બાદ જે હાશકારો અનુભવ્યો, એ અવર્ણનીય છે!

 | 12:11 pm IST

અલગ અલગ રાજ્યના લાખો યાત્રાળુઓ દર વર્ષે ગંગામા સ્નાન કરવા ગંગાસાગર પર આવે છે. પવિત્ર સ્નાન અને કપિલ મુનિના મઠમાં પૂજા કરીને પરત ફરવાનો એ સમય હતો. તે જ સમયે લાખો લોકો તેમના ઘરે પરત ફરી રહ્યા હતા અને બસમાં ભારે ભીડ હતી.

ભીડના કારણે લોકોથી ધસમસતી બસમાં ઘુસવાનો વારો આવે એમ ન્હોતો. લોકોનો ઘસારો શરૂ થયો અને બસમાં જગ્યા ભરાવા લાગી. આ દંપતી તો જોતું રહ્યું. બસમાં પહેલાથી જ સીટ માટે લડત ચાલી રહી હતી. એક વ્યકિતએ આવા સમયે પોતાની બુદ્ધિ વાપરી અને દરવાજા પાસે ગયા વિના જ કામ પાર પાડ્યું.

કોઈ સંઘર્ષ કર્યા વિના બસની બારી પાસે ઉભીને પત્નીને બસમાં બેસાડવાની રીત અપનાવી. તે જ ક્ષણે એક પોલીસ અધિકારીએ મોબાઇલમાં આ ઘટના કેદ કરી લીધી. હવે વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, જ્યારે પેલા કાકી ફાઈનલી બસમાં અંદર ઘુસી જાય ત્યારે કાકાના મોઢા પર કેટલી રાહત દેખાઈ આવે છે. તો જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન