Wife Filed a Complain Against Husband in Khambha
  • Home
  • Featured
  • ખાંભામાં રીસામણે બેઠેલી પત્નીનું પતિએ હથિયારથી નાક વાઢી લીધું! પડીકુંવાળીને ખીસ્સામાં નાખી દીધું

ખાંભામાં રીસામણે બેઠેલી પત્નીનું પતિએ હથિયારથી નાક વાઢી લીધું! પડીકુંવાળીને ખીસ્સામાં નાખી દીધું

 | 6:35 am IST

ખાંભામાં રિસામણે બેઠેલી પત્નીને સમજાવા માટે આવેલા તેના પતિએ તેનું નાક કાપી લીધું હતું અને પડીકુંવાળીને ખીસ્સામાં નાખી દીધું હતું. મહિલાને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી છે.
આ અંગેની વિગતો મુજબ ખાંભાના ભગવતીપરામાં રહેતી અને વિરપુર સાસરે ગયેલી મહિલા પાતરીબેન પુનાભાઈ ચારોલીયા થોડા સમયથી રિસામણે હતી. ખાંભામાં તેનો પતિ પુનાભાઈ રિસામણે બેઠેલી પત્નીને સમજાવવા માટે આવ્યો હતો અને તા.રના બપોરના સમયે બન્ને વચ્ચે રકઝક થઈ હતી. તે દરમિયાન બન્ને વચ્ચે તકરાર વધી જતાં રોષે ભરાયેલા પુનાએ પોતાની જ પત્નીનું તીક્ષ્ણ હથીયાર વડે નાક કાપી લીધું હતું અને તેનું પડીકુંવાળીને ખીસ્સામાં નાખી દીધું હતું.

ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ અંગેની જાણ થતાં જ ખાંભા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધવા તથા આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ કચ્છી દાબેલીનો રોચક ઇતિહાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન