wife-files-case-against-husband-of-marital-rape-in-kolkata
  • Home
  • Featured
  • સેક્સ માટે બળજબરી કરનારા પતિ સામે નોંધાઇ રેપની ફરિયાદ, દેશમાં પહેલો કેસ

સેક્સ માટે બળજબરી કરનારા પતિ સામે નોંધાઇ રેપની ફરિયાદ, દેશમાં પહેલો કેસ

 | 7:44 pm IST

પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં એક શખ્સની વિરુદ્ધ કોર્ટ આદેશ બાદ લગ્નકીય બળાત્કારનો કેસ દાખલ થયો છે. શખ્સની પત્નીનો આરોપ છે કે તે તેને જબરજસ્તીથી સેક્સ માટે પતિ મજબૂર કરતો હતો. પીડિતાએ સાસરિયા વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ પણ દાખલ કર્યો છે.

મહિલાએ કહ્યું કે, તે ગર્ભવતી થયા બાદ પણ તેનું શારીરિક ઉત્પીડન કરાતું હતું. તેણે વધુમાં જણાવ્યું કે કોઈ મદદ ન મળતાં તેણે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. કાયદાના નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ પહેલો કેસ હશે, જેમાં પત્નીએ પતિની વિરુદ્ધ લગ્નકીય બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.

બીજી તરફ મહિલા અધિકારોની લડત કરનારા સંસ્થાઓએ કહ્યું છે કે એફઆઇઆર આ પ્રકારના કેસમાં પહેલું પગથિયું છે. તેની ખરી પરીક્ષા તો પોલીસ દ્વારા જે ચાર્જશીટ દાખલ કરાશે કે તેની ન્યાયિક તપાસ થશે એ હશે. આ સંસ્થાઓએ આઇપીસીની કલમમાં સુધારા કરી તેમાં લગ્નકીય બળાત્કારને સામેલ કરવા માગણી કરી છે.

પતિ હોવાથી કાંઈ મહિલાઓનાં અધિકારનો પરવાનો મળી જતો નથી: અનુરાધા કપૂર
મહિલા અધિકારો સાથે જોડાયેલા સંગઠન સ્વયંની સ્થાપક અનુરાધા કપૂર કહે છે કે, કોઈની મરજીની વિરુદ્ધ સેક્સ કરવું એ બળાત્કાર ગણાય છે. ફક્ત એટલા માટે કે તે પતિ છે, તેને કારણે મહિલાએ ના કહેવા છતાં અધિકારનો ભંગ કરી શકાય નહીં.