પત્નીની ભરણપોષણની રકમ જમા કરાવવા પતિ રૂ.પ૦,૦૦૦ના સિક્કા લઈ  કલોલ કોર્ટમાં  આવ્યો - Sandesh
  • Home
  • Mehsana
  • પત્નીની ભરણપોષણની રકમ જમા કરાવવા પતિ રૂ.પ૦,૦૦૦ના સિક્કા લઈ  કલોલ કોર્ટમાં  આવ્યો

પત્નીની ભરણપોષણની રકમ જમા કરાવવા પતિ રૂ.પ૦,૦૦૦ના સિક્કા લઈ  કલોલ કોર્ટમાં  આવ્યો

 | 12:50 am IST

। કલોલ ।

કલોલ કોર્ટમાં શનિવારના રોજ પત્નીની ભરણપોષણની ચઢેલ રકમ જમા કરાવવા આવેલ વિરમગામનો શખ્સ રૂપિયા પ૦, ૦૦૦/-ના સિકકા લઈ આવતાં કોટે કંપાઉન્ડમાં રમૂજ ફેલાઈ હતી. કોટે કંપાઉન્ડમાં ઉપસ્થિત વકીલ મિત્રો તથા અન્ય લોકો કુતુહલવશ સંબંધિત શખ્સ તથા તેની પાસે રહેલ પ૦,૦૦૦/- ની રોકડને  જોઈ રહ્યાં હતાં.

આ સંદર્ભે મળતી સત્તાવાર માહિતી અનુસાર  વિરમગામ ખાતે રહેતાં અને કચોરીનો વેપાર કરતાં ભાવેશ બાબુભાઈ ખત્રીએ વિરમગામની જ રાજશ્રી વિનોદભાઈ ખમાર સાથે પ્રેમ લગ્ન કયો હતાં. આ લગ્નજીવન દરમિયાન તેઓને એક પુત્રની પ્રાપ્તિ પણ થવા પામી છે. થોડાંક વષે બાદ લગ્નજીવનમાં ખટરાગ પેદા થતાં રાજશ્રીએ પતિ ભાવેશનું ઘર છોડી દીધું હતું.તેમજ કલોલ કોટેમાં ભરણપોષણ માટે અરજ ગુજારી હતી.જેમાં નામદાર કોર્ટે રાજશ્રી તથા તેના પુત્રનું મળી માસિક કુલ રૂપિયા ૧૦,૦૦૦/- ભરણપોષણ મંજૂર કયુ હતું. પરંતુ , ભાવેશ ખત્રી ધ્વારા ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતાં રાજશ્રીએ અરજી કયો તારીખથી ચઢેલ ભરણપોષણની રકમ મેળવવા પુનઃ કોટેના દ્વાર ખટખટાવ્યાં હતાં.જે અન્વયે પોલીસ ભાવેશને  જપ્તી  વોરંટ થી કોટેમાં લઈ આવી હતી. જયાં ભાવેશ તર્ફે ઉપસ્થિત કલોલ કોટેના એડવોકેટ પ્રદ્યુમન એન. બારોટ તથા એડવોકેટ રીષી એસ.જોષીની સચોટ દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે નિયમિત માસિક રૂપિયા પ૦,૦૦૦/- ચૂકવવાની શરતે ભાવેશને જામીન મુક્ત કર્યો હતો.

જેમાં અત્યાર સુધીમાં ભાવેશ ધ્વારા રૂપિયા પ૦,૦૦૦/-ના પાંચ ઈન્સટોલમેન્ટ ભરવામાં આવ્યાં છે. જયારે આજરોજ તે છઠ્ઠું ઈન્સ્ટોલમેન્ટ લઈ કોટેમાં હાજર થયો હતો.પરંતુ તેની  ઈન્સ્ટોલમેન્ટની રકમે કોટે તથા કોટેમાં ઉપસ્થિત સૌ કોઈને વિસ્મયમાં નાંખ્યાં હતાં. રૂપિયા પ૦,૦૦૦/-ના સિક્કાની બેગ ભરી આવેલ ભાવેશને જોઈ કોટેમાં રમૂજ ફેલાઈ હતી.આ રકમની ગણતરી કરવા કોટે સ્ટાફનાં પાંચ તથા બે એડવોકેટ મળી સાત જણાં કામે  લાગ્યા હતાં. લગભગ એક  દોઢ કલાક ગણતરી ચાલી હતી.ભરણપોષણની રૂપિયા પ૦,૦૦૦/-ની  આ ચિલ્લર તથા તેને લઈ સંબંધિત કોટેની દ્વીધાએ આજરોજ કોટે કંપાઉન્ડમાં ભારે ચચો જગાવી હતી.

સિક્કા મૂકવા માટે કોર્ટની તિજોરી પણ નાની પડી ગઈ !   રૂપિયા પ૦,૦૦૦/- ની રોકડની અંદાજીત એક  દોઢ કલાક ચાલેલ ગણતરી બાદ રકમ બેંકમાં જમા કરાવવા જતાં બેંકની કામગીરી નો સમય પૂણે થઈ ગયો હવાથી  બેંકે સંબંધિત રકમ જમા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ મંગળવારે આવવા જણાવતાં કોટે સ્ટાફ મૂંઝવણમાં મૂકાયો હતો . રકમના પ્રમાણમાં કોટેની તિજોરી નાની હોવાથી આ રકમ કયાં મૂકવી? તે બાબતે કોર્ટ દ્વિધામાં મૂકાઈ હતી.  ભરણપોષણની રૂપિયા પ૦,૦૦૦/-ની  આ ચિલ્લર તથા તેને લઈ સંબંધિત કોટેની દ્વીધાએ આજરોજ કોટે કંપાઉન્ડમાં ભારે ચચો જગાવી હતી.