કળયુગની પત્ની, પત્નીવ્રતા પતિ ના ફાવ્યો - Sandesh
NIFTY 10,806.50 +89.95  |  SENSEX 35,535.79 +289.52  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • કળયુગની પત્ની, પત્નીવ્રતા પતિ ના ફાવ્યો

કળયુગની પત્ની, પત્નીવ્રતા પતિ ના ફાવ્યો

 | 4:12 pm IST

જ્યારે પતિ પત્ની માટે રોજ રસોઈ કરી આપે, ઘરમાં ઝાડુ-પોતું કરે અને દરરોજ હસતા મોઢે ભોજન પીરસે અને આ સાથે કારકિર્દીને ઊની આંચ પણ આવવા ન દે તેવો વર કોને ન ગમે. દરેક મહિલા આવા પતિ માટે સપના સેવતી હોય છે. જોકે આ વિશ્વમાં એક પત્ની એવી પણ છે કે જે તેના પતિની આવી ટેવોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.

ઈજિપ્તમાં રહેતી સમર એમ.નો પતિ તેને ઘરમાં કોઈ જ કામ કરવા દેતો નથી. જોકે લગ્નના માત્ર બે અઠવાડિયામાં જ સમરે તલાક માટે કોર્ટમાં અરજી કરી છે. સમરના પતિની કાપડની દુકાન છે. મીડિયા અહેવાલ મુજબ 31 વર્ષનો પતિ સમરને ઘરનું કોઈ કામ કરવા દેતો નથી. આથી સમર કંટાળી ગઈ છે. સમર પોતે જ કહે છે કે તેઓ રાંધે છે અને ઘરમાં સાફસૂફી કરે છે.

આથી કંટાળેલી સમરે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. સમરે જણાવ્યું હતું કે તેના પતિને દિવસમાં કામ  તો તેઓ આખી રાંધે છે. પતિએ દુકાન માટે અનેક લોકોને નોકરીએ રાખ્યા છે અને તેઓ મોટા ભાગે  ઘરમાં જ રહે છે.