Wife tired of husband's physical hunger leaves home
  • Home
  • Ahmedabad
  • પતિની શારિરીક ભૂખથી કંટાળેલી પત્નીએ ઘર છોડ્યૂ, કરતો એવી ડિમાન્ડ કે…

પતિની શારિરીક ભૂખથી કંટાળેલી પત્નીએ ઘર છોડ્યૂ, કરતો એવી ડિમાન્ડ કે…

 | 8:16 pm IST

વાસણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ તેને ઓરલ સેક્સ માટે ફરજ પાડતાં હોવાની તથા પતિ સહિતના સાસરિયાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની એક ફરિયાદ મંગળવારે વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બે વર્ષથી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચે ખાધાખોરાકી અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. યુવતી બે વર્ષથી વાસણા ખાતે આવેલા તેના પિયરમાં માતા-પિતા સાથે રહે છે.

વાસણા વિસ્તારમાં રહેતી રચનાના લગ્ન વડોદરા ખાતે રહેતાં કેયૂર જોડે થયા હતા. (બંનેના નામ બદલ્યાં છે) ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વડોદરામાં ફરજ બજાવતા કેયૂરને પત્ની સાથે લગ્નના એક વર્ષ બાદથી તકરાર થવા લાગી હતી. કેયૂર ઓરલ સેક્સ માટે રચનાને ફરજ પાડતાં જે પસંદ ન હોવાથી વિવાદ વધ્યો હતો. કેયૂર આ મુદ્દે પત્ની સાથે તકરાર કરતો તેમજ તેણે મારઝૂડ કરતો હતો. બીજી તરફ સાસુ અને સસરા પણ ઘરકામ બાબતે રચનાને મહેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આમ, પતિની ઓરલ સેક્સ કરવાની માગણી તેમજ સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી રચના બે વર્ષથી વાસણા ખાતે રહેતાં માતા-પિતા પાસે ચાલી આવી હતી.

આ દરમિયાનમાં રચનાએ કોર્ટમાં પતિ કેયૂર વિરુદ્ધ ખાધાખોરાકીનો કેસ પણ કર્યો હતો. જે છેલ્લા કેટલાક સમયથી કોર્ટમાં મેટર ચાલી રહી છે. આ દરમિયાનમાં વાસણા પોલીસસ્ટેશનમાં રચનાએ પતિ કેયૂર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ ; ઘોઘો દહેજ રો રો ફેરીને ફરી એકવાર ડ્રેજીંગનું ગ્રહણ લાગ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન