wife was virgin after four year sex, China's hot news
  • Home
  • Featured
  • Omg!!! 4 વર્ષ સેક્સ કર્યા છતાં પણ મહિલા નીકળી વર્જિન

Omg!!! 4 વર્ષ સેક્સ કર્યા છતાં પણ મહિલા નીકળી વર્જિન

 | 4:00 pm IST

ચીનના એક ગામડામાં રહેતુ દંપતી લગ્નના 4 વર્ષ બાદ સંતાન ન થવાને કારણે બહુ જ પરેશાન હતું. ડોક્ટરની પાસે જ્યારે તેઓ ઈલાજ કરવા પહોંચ્યા તો તેમને માલૂમ પડ્યું કે, દંપતી ચાર વર્ષમાં સેક્સ તો કરી રહ્યા હતા, પણ મહિલા હજી પણ વર્જિન છે. ચીનના એક મેડિકલ જનરલમાં છપાયેલ સમાચાર અનુસાર, આવું એટલા માટે થયું, કારણ કે કપલે ક્યારેય ગર્ભધારણ માટે સેક્સ કર્યું જ ન હતું.

આ ચોંકાવનારા કિસ્સો ત્યારે સામે આવ્યો, જ્યારે દંપી ડોક્ટર પાસે પહોંચ્યું હતું. ત્યાં 26 વર્ષના પતિ અને 24 વર્ષની પત્નીએ પોતાની તકલીફ શેર કરી હતી. ડોક્ટરે મહિલાને જણાવ્યુ કે, સેક્સની પ્રોસેસ તેમના માટે બહુ જ પીડાદાયક રહી છે અને તેમાં મોટાભાગે તેમને દર્દ જ થતું હતું. ડોક્ટર લી હોંગમઈએ મહિલાનું ચેકઅપ કર્યું તો માલૂમ પડ્યું કે, હકીકતમાં કપલની વચ્ચે સેક્સને લઈને બહુ જ મતભેદો હતા.

ડોક્ટરનું કહેવું છે કે, શરૂઆતમાં એવું લાગ્યું કે, કદાચ મહિલાને સેક્સને સમયે પીડા થતી હતી. કેમ કે આવું અનેક મહિલાઓ સાથે થાય છે. જ્યારે દર્દીની આગળ પૂછપરછ કરાઈ તો માલૂમ પડ્યું કે, આ કપલ છેલ્લા ચાર વર્ષોથી શારીરિક સંબંધો તો બનાવી રહ્યા હતા, પણ તે પ્રાકૃતિક રીતે કરતા ન હતા. આ કારણે મહિલા ગર્ભધારણ કરી શકી ન હતી અને તે હજી સુધી વર્જિન છે.

ચીનના એક ગાઈનિંગ ઈવનિંગ પોસ્ટમાં છપાયેલ સમાચાર અનુસાર, જ્યાર મહિલાનો ટેસ્ટ કરવામાં આવ્યો તો માલૂમ પડ્યું કે, વૈવાહિક જીવન અને સેક્સ લાઈફ છતા તે વર્જિન હતી. તેના બાદ ડોક્ટરે તેમને ગર્ભધારણ અને સેક્સ કરવાની યોગ્ય સલાહ આપી હતી.