Will AB de Villiers return to international cricket and play for South Africa again?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં થશે એબી ડિવિલિયર્સની વાપસી, ફરીથી સાઉથ આફ્રિકા માટે રમશે?

શું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં થશે એબી ડિવિલિયર્સની વાપસી, ફરીથી સાઉથ આફ્રિકા માટે રમશે?

 | 5:28 pm IST

IPL 2020માં પોતાની બેટિંગથી દરેકનું દિલ જીતી લેનાર એબી ડિવિલિયર્સ (AB de Villiers)ની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીને લઈ સાઉથ આફ્રિકાના મુખ્ય કોચ માર્ક બાઉચરે મોટા સંકેત આપ્યા છે. એબી ડી વિલિયર્સે UAEમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં સારી બેટિંગ કરી હતી અને બેંગ્લોર (RCB)ની ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. મે 2018માં મિસ્ટર 360 તરીકે ઓળખાતા એબીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડીવિલિયર્સે વર્ષ 2019ના વનડે વર્લ્ડ કપ માટે ટીમમાં પાછા ફરવાની વિનંતી કરી હતી. પરંતુ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તેની ઓફર ફગાવી દીધી હતી. જો બોર્ડે એબીની ઓફર સ્વીકારી હોત તો એબી આઇસીસી ઇવેન્ટમાં રમી શકત, પરંતુ તે થઈ શક્યું નહીં.

જો કે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે અને તે પછી માર્ક વાઉચરની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ એબી ડી વિલિયર્સને ખુલ્લા હાથથી આવકારવા તૈયાર છે. સત્ય એ છે કે જો બધું યોજના પ્રમાણે ચાલ્યું તો તેણે દક્ષિણ આફ્રિકા માટે ટી -20 વર્લ્ડ કપ રમ્યો હોત. ખરેખર, અગાઉની યોજનાઓ મુજબ ટી 20 વર્લ્ડ કપ 2020 ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો. તે કોવિડ-19 રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો. પરંતુ માર્ક વાઉચરના મતે એબી તેની ટીમની યોજનાનો ભાગ છે અને જ્યારે પણ આ ભૂતપૂર્વ કેપ્ટન જ્યારે પણ સારી રમત રમે છે ત્યારે હંમેશા સમાચારમાં રહે છે.

મુખ્ય કોચ માર્ક બાઉચરે એબી ડી વિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી અંગે કહ્યું કે એબી સાથે કોવિડ પહેલાં જ વાતચીત ચાલી રહી હતી. તે હંમેશા ચર્ચામાં રહે છે, જ્યારે તે સારી ક્રિકેટ રમે છે. મેં તેની સાથે હજી સુધી કોઈ ચર્ચા કરી નથી, તે આઈપીએલમાં રમે છે અને તેની આઈપીએલ પણ ઘણી સારી રહી છે. એબી ડી વિલિયર્સે નિવૃત્તિ પછી પણ આઈપીએલમાં સારું રમવાનું ચાલુ રાખ્યું છે અને આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપને જોતાં દક્ષિણ આફ્રિકાની ટીમ ડી વિલિયર્સ સાથે વાતચીત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે મે 2018માં ડી વિલિયર્સે નિવૃત્તિ લીધી હતી અને કહ્યું હતું કે હવે તે ખૂબ થાકી ગયો છે અને આરામ કરવા માંગે છે. વર્લ્ડ કપ 2019થી લગભગ એક વર્ષ લેવાયેલાં તેના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. જો કે બાદમાં એબીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તેને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન