Will BJP build a university in the name of Raja Mahendra Pratap Singh and occupy 120 seats in UP?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવી BJP યુપીમાં કરશે 120 સીટો પર કબજો?

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવી BJP યુપીમાં કરશે 120 સીટો પર કબજો?

 | 12:20 pm IST
  • Share

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ યુપીનું જાટ રાજકારણ ગરમાયુ છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામની યુનિવર્સિટીને જાટ વોટ બેંક સાથે જોડવામાં આવી રહી છે. ખેડૂત આંદોલન વચ્ચે જાટ બેલ્ટમાં મુસ્લિમ-જાટ સમીકરણ ફરીથી ગેમ બદલી શકે છે. ત્યાં જ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને લઇ અખિલેશ યાદવ પણ અકળામણ અનુભવી રહ્યા છે. શું વેસ્ટ યુપીમાં પીએમ મોદી અને યોગી આદિત્યનાથે રાજા મહેન્દ્ર પ્રતાપના નામે ટ્રમ્પ કાર્ડ ઉતાર્યું છે.

યુનિવર્સિટી માટે શિક્ષા વિભાગથી 101 કરોડ રૂપિયાની જાહેરાત થઇ ચૂકી છે. 92 એકડ જમીન પર તેનું નિર્માણ થશે. જે જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે ઓળખાશે.

કોણ હતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ 1915માં કાબુલમાં સ્થાપિત ભારતની પ્રથમ પ્રોવિઝનલ સરકારના રાષ્ટ્રપતિ પણ હતા. તે સરકારનું ગઠન વિભિન્ન અફઘાન કબીલાઓના પ્રમુખ અને જાપાન સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મદદની કરાયું હતું. આઝાદી બાદ ભારત પરત ફરતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે અનેક શિક્ષણ સંસ્થાનોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

120 સીટો પર પડશે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનો પ્રભાવ

રાજનીતિના જાણકારો ભાજપના આ દાવને જાટ સમૂદાયોના રૂપમાં જોઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, રાજા મહેન્દ્ર સિંહ પ્રતાપના નામે બનતી આ યૂનિવર્સિટીનો પ્રભાવ યૂપી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 120 સીટો પર પડશે. આ સીટો પર જાટ વોટ બેંકનો પ્રભાવ છે. તેમને સાધવા માટે જ બીજેપી મહેન્દ્ર પ્રતાપના નામે યૂનિવર્સિટી બનાવી રહી છે. આ સિવાય આ પહેલથી વેસ્ય યૂપીની 18 સીટો પર સીધી અસર થશે.

ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની સરહદ પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઇ વેસ્ટ યૂપીમાં બીજેપીનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. વેસ્ટ યૂપીના ગામડાઓમાં ઘણી જગ્યાએ બીજેપી નેતાઓનો વિરોધ થવો અને પંચાયત ચૂંટણીમાં ઓછુ સમર્થન મળવાથી બીજેપી સંગઠનમાં અકળામણ છે.

136 સીટોમાથી 102 પર બીજેપીની જીત

ઉત્તરપ્રદેશમાં કહેવામાં આવે છે કે, સૂરજ પૂર્વમાં ઉગે છે પરંતુ અહિંયા સત્તાનો સુર્યોદય પશ્ચિમથી થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં વેસ્ટ યૂપીની 136 સીટોમાં બીજેપીએ 102 સીટો પર વિજય મેળવ્યો હતો. અહિંયા લગભગ 17% વોટ બેંક જાટ સમુદાયની છે. ખેડૂત આંદોલનથી બીજેપીની આ વોટ બેંક ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. જો જાટલેન્ડ પર મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યૂનિવર્સિટી હોય તો તેની અસર જાટ વોટ બેંક પર જરૂર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન