Will Corona be Killed In The Air By The Corona Killer Air Filter
  • Home
  • Corona live
  • દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો હવે હવામાં જ ખેલ ખલ્લાસ?

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો હવે હવામાં જ ખેલ ખલ્લાસ?

 | 5:11 pm IST

મહામારી કોરોના વાયરસની વેક્સિન અને દવા શોધી લીધાના કે શોધવાની તૈયારીઓ હાથવેંત હોવાના લગભગ રોજેરોજ દાવા કરવામાં આવી રહ્યાં છે. પણ હવે કોરોના વાયરસનો તોડ શોધી રહેલા ચિકિત્સા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેમણે આખરે કોરોનાના સંહાર માટે એક હથિયાર બનાવી જ લીધુ છે. આ હથિયાર કોરોના વાયરસને હવામાં જ મારી નાખશે.

વૈજ્ઞાનિકોનું આ હથિયાર એક એર ફિલ્ટર છે. આ એર ફિલ્ટરની જાણકારી આપનારો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ એર ફિલ્ટરમાંથી પસાર થનારી હવામાં એકવારમાં જ 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાની ક્ષમતા રહેલી છે.

સંશોધક વૈજ્ઞાનિકોએ તો તેવો પણ દાવો કર્યો છે કે, કોરોના વાયરસને હવામાં જ ખતમ કરી નાખનારું એર ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. આ એર ફિલ્ટર ભીડભાડવાળા વિસ્તારોમાં ઘણું કામ આવી શકે છે. વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે કોરોના મારક ફિલ્ટરના માધ્યમથી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને વિમાનોમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય છે.

આ કોરોના મારક એર ફિલ્ટર ખુલ્લા સ્થળો પર કારગર સાબિત નહીં થાય. આ એર ફિલ્ટર દ્વારા કોરોનાના વાયરસ એક નિશ્ચિત અને બંધ જગ્યા પર મારી શકાય છે તેવો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. આ ફિલ્ટર બનાવવા માટે થયેલા અભ્યાસમાં જાણકારી અપાઈ કે આ ઉપકરણના વ્યવસાયિક ઉપયોગ માટે તેમાં ઉપયોગમાં લેવાયેલા નિકેલ ફોમને 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીને તેને બનાવવામાં આવેલ છે.

વાસ્તવમાં જે દાવો ચિકિત્સા વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે તે કદાચ સાબિત થયો તો તે કોરોના મારક એર ફિલ્ટર કોરોના વિરુદ્ધ એક મોટી જીત સાબિત થશે. આ એર ફિલ્ટરની જાણકારી આપનારા રિસર્ચ જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં 99.8 ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે. જોકે આ એર ફિલ્ટરની કિંમત જાહેર કરવામાં આવી નથી. પણ જો આ દાવો સાચો પડશે તો કરોડો લોકો માટે તે આશિર્વાદરૂપ સાબિત થશે.

આ વીડિયો પણ જુઓ : કાનપુર શૂટાઉટનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન