Will India and Pakistan play in T20 World Cup or not? BCCI clarified
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં ? BCCIએ કરી સ્પષ્ટતા

ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે કે નહીં ? BCCIએ કરી સ્પષ્ટતા

 | 11:41 am IST
  • Share

ટી-20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી શરૂ થયો છે જેમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે. પરંતુ આ મેચ ઉપર હાલ વાદળો મંડળાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં ભારતીય નાગરિકો પર વધેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણો તણાવ છે. જેના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી -20 વર્લ્ડ કપની મેચ રદ્દ કરવાની માંગ ઉઠી રહી છે.

ભારત આ વર્ષે ટી 20 વર્લ્ડ કપ જીતવા અને પાકિસ્તાન સામે પણ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટી -20 વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે. પરંતુ જો આ મેચ રદ્દ કરવામાં આવે તો તે ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખરાબ સપનું સાબિત થશે.

BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ મેચને લઈને જાણકારી આપી છે. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે ICCની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે આ હાઇ વોલ્ટેજ મેચ રદ કરી શકાતી નથી. રાજીવ શુક્લાએ કહ્યું, અમે જમ્મુ -કાશ્મીરમાં હુમલાની સખત નિંદા કરીએ છીએ. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો સવાલ છે અમે આઈસીસીની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને કારણે રમવાની ના પાડી શકતા નથી.

રાજીવ શુક્લાએ કહ્યું, તમારે આઈસીસી ટુર્નામેન્ટમાં ટીમો સામે રમવું પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાવાની છે. આ મેચ દ્વારા જ વિરાટ કોહલીની સેના ટી 20 વર્લ્ડ કપ માટે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન સામેની મેચ પહેલા ચાહકોથી લઈને ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ઉત્સાહિત છે.

તાજેતરમાં જ જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘મને ક્યારેય આવું લાગ્યું નથી. હું તેને અન્ય મેચોની જેમ અનુભવું છું. હું જાણું છું કે આ મેચને લઈને ખાસ કરીને ટિકિટોની માંગ અને વેચાણ અંગે ઘણી ચર્ચાઓ છે. અમારા માટે તે માત્ર ક્રિકેટની મેચ છે જે યોગ્ય ભાવનાથી રમવી જોઈએ. જે આપણે રમીશું.

ભારત અને પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ 2021માં 24 ઓક્ટોબરે સામસામે હશે. છેલ્લી વખત ટીમ ઇન્ડિયાએ 2016 ના વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 5 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે ભારત અને પાકિસ્તાનને ટી 20 વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો વિજેતા રેકોર્ડ 5-0 છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી ફરી એકવાર બંને દેશો વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો