Will India sweep out Masood like Osama Bin Laden?
  • Home
  • India
  • શું ઓસામા બિન લાદેનની માફક ભારત મસૂદનો સફાયો કરશે?

શું ઓસામા બિન લાદેનની માફક ભારત મસૂદનો સફાયો કરશે?

 | 4:01 pm IST

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદથી જ પાકિસ્તાન ગભરાયેલું છે અને પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. બુધવાર સવારે પાકિસ્તાને ફરીથી સિદ્ધ કરી દીધુ કે, ભારત પોતાની આત્મરક્ષા માટે આતંકવાદીઓનો સફાયો કરશે તો પાકિસ્તાન તે આતંકીઓને બચાવવા માટે ભારતીય ફોજી અને માસૂમ નાગરિકને પોતાનો નિશાનો બનાવશે. પાકિસ્તાનની આ નાપાક હરકત બાદ કેન્દ્ર સરકાર હવે હરકતમાં આવી ગઇ છે. નાણામંત્રી અરૂણ જેટલીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જો અમેરિકા ઓસામાને મારી શકે તો ભારત પણ મસૂદ અઝહરને પાકિસ્તાનમાં મારવાની ક્ષમતા ધરાવે છે. આટલા મોટો નિવેદન બાદ એવું જાણવું જરૂરી છે કે, અમેરિકાએ 2011માં કઇ પ્રકારે ઓસામાના આતંકનો સફાયો કર્યો હતો અને શું ભારત પણ આવી કોઇ કાર્યવાહી મસૂદ વિરૂદ્ધ કરી શક્શે?

અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001નારોજ આત્મઘાતી આતંકી હુમલો થયો હતો. ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકી હુમલો હતો. આ હુમલામાં 2996 લોકોના મોત થયા હતા અને ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ હુમલાની જવાબદારી અલકાયદાના આકા ઓસામા બિન લાદેને લીધી હતી. આટલા મોટા આતંકી હુમલા બાદ અમેરિકા સંપૂર્ણ રીતે હચમચી ગયું હતું અને બદલાની ભાવના તેના અંદર ધધક્વા લાગી હતી. ત્યારે શરૂ થયુ અમેરિકાની ખુફીયા એજેન્સીઓનું સૌથી મોટુ ઓપરેશન.

2001માં હુમલા બાદથી જ ઓસામા બિન લાદેન ફરાર થઇ ગયો. પહેલા તે અફઘાનિસ્તાન ગયો, બાદમાં તેણે તોરા બોરાની પહાડીયોમાં પોતાનું ઠેકાણું બનાવી લીધુ. 9 વર્ષ સુધી ઓસામા આવી જ રીતે અમેરિકન એજેન્સીઓની આંખમાં ધૂળ નાંખતો રહ્યો. બાદમાં તે પાકિસ્તાનમાં પહોંચી સંતાઇને પોતાની આતંકી દતિવિધિઓને અંજામ આપતો રહ્યો. પરંતુ વર્ષ 2010માં અમેરિકન એજેન્સીના હાથે ઓસામાનો સૌથી ભરોસાપાત્ર સંદેશવાહક, જેના માધ્યમથી તેણે પોતાના આ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યુ. તમને જણાવી દઇએ કે, ખુબ જ લાંબા સમય સુધી કેટલાક પાકિસ્તાની લોકો અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજેન્સી માટે કામ કરતા હતાં. તેમણે જ જુલાઇ 2010માં ઓસામાના તે સંદેશવાહકને પેશાવરમાં વ્હાઇટ સુઝૂકી ગાડીમાં જોયો હતો. આ જાણકારી મળતા જ અમેરિકન એજેન્સી એક્શનમાં આવી ગઇ અને તેમણે ખુબ જ લાંબા સમય સુધી તે વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખી. તે સંદેશવાહકનો પીછો કરતા-કરતા એજેન્સીઓ આવી પહોંચી એબટાબાદ જ્યાં ઓસામા બિન લાદેનનાં સંતાયા હોવાની પુષ્ટી થઇ ગઇ.

કેવી રીતે થયુ હતું આ ઓપરેશન

1. અમેરિકાના 79 હેલિકોપ્ટર અફઘાનિસ્તાનનાં જલાલાબાદ વિસ્તારથી નિકળી પડ્યા.
2. રાત્રીના એક વાગ્યે પહોંચેલા નેવીના સીલ કમાન્ડો એબટાબાદા. ત્યાં તેમનું એક હેલિકોપ્ટર આશા કરતા વધુ પહેલા નીચે ઉતરી ગયુ અને તેનો પાછળનો ભાગ દિવાલથી ટકરાઇ ગયો . પરંતુ આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયુ નહી અને ઓપરેશન રણનીતિ અનુસાર આગળ વધ્યું.
3. ત્યારે જ આ કમાન્ડો પર ગેસ્ટહાઉસના પાછળના દરવાજાથી ગોળીબાર શરૂ થઇ ગયો. જાણવા મળ્યું કે, આ ગોળીઓ ઓસામાનો સંદેશવાહક અહમદ કુવેતી દાગી રહ્યો હતો. કમાન્ડોએ ખુબ જ જલ્દી તેને મારી નાંખ્યો. આ ઘટનામાં અબૂની પત્ની પણ મારી ગઇ.
4. ઓપરેશન આગળ વધે છે અને ઓસામાનો દીકરો ખાલિદ પણ માર્યો જાય છે. તેનો દીકરો જ્યારે નેવી સીલ તરફ હુમલો કરે છે ત્યારે કમાન્ડો તેને પણ મોતને ઘાટ ઉતારે છે.
5. હવે ઓપરેશન પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગયુ અને ઓસામાને મારવા માટે આગળ વધે છે. સીલ નેવીના કમાન્ડો જ્યારે ત્રીજા માળે પહોંચે છે. ત્યારે તેમને ઓસામા પોતાના હાથમાં એકે-47 પોતાના હાથમાં લઇ ઉભો દેખાય છે. તે જ સમયે સીલ નેવી તેને મોતને ઘાટ ઉતારી નાંખે છે. ઓસામાની ડાબી આંખ અને છાતિમાં ગોળીઓ મારવામાં આવી અને તેને તરત જ દમ તોડી નાંખ્યો.
7. આ પછી ઓસામાની તસવીરો પણ ખેંચવામાં આવી અને અમેરિકન અધિકારીઓને પહોંચાડી દેવામાં આવી. 12 કલાકની અંદર ઓસામા બિન લાદેનની બોડીને ઠેકાણે પાડી દેવામાં આવી. તમને જણાવી દઇએ કે, તેની બોડીને ઉત્તરી અરેબિયન દરિયામાં ફેંકી દેવામાં આવી.

તો આમ અમેરિકાએ પોતાના 9/11નો બદલો લઇ લીધો અને અલકાયદાના ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો. હવે નાણામંત્રી અરૂણ જેટલીના નિવેદન બાદ એવી આશાતો જાગી ગઇ છે કે, ભારત પણ આવી કોઇ કાર્યવાહી કરી શકે છે. જોકે ભારતની ખુફીયા એજેન્સીઓ ખુબ જ સક્રિય છે અને આ પ્રકારના મિશનને અંજામ આપવામાં ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઇએ કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પણ પાકિસ્તાનનાં 87 ટકા ક્ષેત્રફળ પર પોતાની નજર રાખને બેઠુ છેં અને આપણી એજેન્સીઓને HD ક્વોલિટિની તસવીરો મોકલતું રહે છે. માત્ર આટલું જ નહી ભારતીય વાયુસેનાએ પોતાનું પરાક્રમ પણ દેખાડ્યુ છે. તેમણે સિદ્ધ કરી નાંખ્યુ છે કે, તેઓ ઓછા મસયમાં સટીક નિશાનો લગાવી શકે છે. તમને જણાવી દઇએ કે, મિરાજ-2000 વિમાનનો ભારતીય વાયુસેનાએ ઉપયોગ કર્યો હતો. આ સિવાય ભારતીય વાયુસેના પાસે મિગ-21, મિગ-27 અને જેગુઆર જેવા ધાસુ એરક્રાફ્ટ છે. ભારત સતત પોતાના રડાર સિસ્ટમને પણ મજબૂત કરી રહ્યું છે. વાયુસેના સિવાય ભારતીય આર્મી અને નેવી ખુબ જ શક્તિશાળી છે અને કોઇ પણ પ્રકારનો હુમલો કરવા માટે તૈયાર છે. 

તો આમ મતલબ સાફ છે, ભારત પાટે ટેક્નોલોજી પણ છે અને સૈન્ય શક્તિ પણ. હવે જો સરકાર તરફથી મજબૂત ઇચ્છા શક્તિ દેખાડવામાં આવે તો ભારત પણ જૈશના આકા મસૂદ અઝહર નો સફાયો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન