Corona virus: Will Lockdown In India Extends? Here What You Should Know
  • Home
  • Corona live
  • શું દેશમાં લંબાશે લોકડાઉન? જાણો કોરોનાથી પરેશાન જિંદગી ક્યારે આવશે પાટા પર

શું દેશમાં લંબાશે લોકડાઉન? જાણો કોરોનાથી પરેશાન જિંદગી ક્યારે આવશે પાટા પર

 | 11:43 pm IST

કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે લોકોની જિંદગી પાટા પર આવતા કેટલો સમય લાગશે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ત્રણ અઠવાડિયાનાં લોકડાઉનની સફળતા અથવા અસફળતા જ નોવેલ કોરોના વાયરસની વિરુદ્ધ ભારતની લડાઈનું પરિણામ નિર્ભર કરશે. જો દેશ બીમારીનાં ફેલવા પર 14 એપ્રિલ સુધી નિયંત્રણ મેળવી લે છે તો એક મહિનાની અંદર જિંદગી સામાન્ય થઈ શકે છે. એ પણ વ્યક્તિગત સ્તર પર અને સંસ્થાઓ તરફથી સાવધાનીઓ વર્તવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે.

વર્તમાન લોકડાઉન ભાગ્યે જ કારગર સાબિત થશે!

સાર્વજનિક કાર્યક્રમ અથવા મોટી સંખ્યામાં લોકોનાં ભેગા થવા પર કેટલાક મહિના માટે પ્રતિબંધિત રહેશે. જો લોકડાઉન અસફળ રહે છે તો દેશને ઓછામાં ઓછા 6થી 8 મહિના સંકટથી રિકવર કરવામાં લાગી શકે છે તેવું નિષ્ણાતો માને છે. યૂનિવર્સિટી ઑફ કેમ્બ્રિજનાં રિસચર્સ તરફથી પ્રકાશિત એક મેથેમેટિકલ મૉડલનાં પ્રમાણે 21 દિવસનું વર્તમાન લોકડાઉન ભાગ્યે જ કારગર સાબિત થાય. જો અપેક્ષિત વાયરસ કાબૂમાં નહીં આવે તો પછી લોકડાઉનની ચેનની જરૂરિયાત રહેશે.

ગરમીનાં કારણે વાયરસનાં ફેલાવાની ઝડપ ધીમી થશે!

કેટલાક અભ્યાસ અને નિષ્ણાતો પ્રમાણ ગરમીમાં કોરોનાનાં સંક્રમણની ઝડપ ધીમી પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે મે, જુન અને જુલાઈનાં મહિનામાં વાયરસ એટલો અસરદાર ના રહે. જો આવુ થાય છે તો સામાન્ય જનજીવન ગરમી શરુ થવાની સાથે જ મે અને જુનમાં પાટા પર આવી શકે છે. જો કે સક્રિય દર્દીઓની ઓળખ, આઇસોલેશન અને સારવાર સાથે જોડાયેલા ઉપાયોની જરૂરિયાત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવધાનીઓ, મોટી સભાઓ પર રોક જેવા પગલા ઠંડી શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેવા જોઇએ તેવું નિષ્ણાતોનું માનવું છે.

વેક્સિન આવવામાં 12થી 18 મહિનાનો સમય લાગશે

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોવેલ કોરોના વાયરસની સંભવિત વેક્સિન આવવામાં 12થી 18 મહિનાનો સમય લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. વેક્સિન ટ્રાયલને આ મહિનાની શરૂઆતમાં લીડ કરનારી એક અમેરિકી ફાર્મા કંપનીએ આ સંબંધમાં આશા વ્યક્ત કરી છે. આ કંપનીનું કહેવું છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધી સીમિત વેક્સિન વિકસિત કરવામાં આવે તેવી સંભાવના છે.

આ વિડીયો પણ જુઓ: ડાકોરમાં વિતરણ કરાતાં અનાજ મામલે ડાકોર પાલિકાની બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન