Will MS Dhoni retire before next IPL season? Disclosure of CSK
  • Home
  • Sports
  • Cricket
  • IPLની આગામી સિઝન પહેલા ધોની સંન્યાસ લેશે? CSKનો ખુલાસો

IPLની આગામી સિઝન પહેલા ધોની સંન્યાસ લેશે? CSKનો ખુલાસો

 | 4:03 pm IST
  • Share

  • આગામી વર્ષે IPLમાં ધોની કઇ ટીમમાં રમશે?
  • ધોનીને લઇ ચેન્નઇ સુપર કિંગ્સને ખુલાસો
  • IPL 2022 પહેલા ધોની સંન્સાય લેશે કે નહીં?

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી સીએસકે એ આ વર્ષે ચોથી વખત આઇપીએલનો પુરસ્કાર પોતાના નામે કર્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં આ ટીમે ખુબ સફળતા મેળવી છે પરંતુ ધોની હવે 40 વર્ષનો થઇ ગયો છે અને તેની રમત પર પણ તેની ઉંમરનો પ્રભાવ સાફ નજર આવી રહ્યો છે. આવામાં તેની નિવૃત્તિને લઇ સતત ચર્ચા થઇ રહી છે. પરંતુ તેના સંન્યાસ પર હવે તેની ટીમ સીએસકે એ પોતે એક ખુલાસો કર્યો છે.

ધોનીને કઇ ટીમ ખરીદશે?

આગામી વર્ષે આઇપીએલમાં મેગા ઓક્શન થવા જઇ રહ્યું છે. જેમા બે નવી ટીમો જોડાશે. આવામાં ધોનીને કોઇ ટીમમાં જોઇ શકાય છે. પરંતુ હવે સીએસકે એ આ વાત પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક અધિકારીએ કહ્યું,‘સીએસકે આગામી ઓક્શનમાં સૌથી પહેલા રિટેંશન કાર્ડને એમએસ ધોની માટે ઉપયોગ કરશે.’ જણાવી દઇએ કે, ટીમ પાસે ત્રણ ખેલાડીઓને રિટેન કરવા માટેની તક હશે અને સીએસકે એ ખુલાસો કરી નાખ્યો છે કે તેઓ સૌથી પહેલા ધોનીને રિટેન કરશે.

સીએસકેને ચોથી વખત ચેમ્પિયન બનાવ્યું

ધોનીએ સીએસકેને ચોથી વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીની કેપ્ટનશીપમાં આ ટીમ 2010, 2011, 2018 અને 2021માં આઇપીએલની ટ્રોપી જીત્યું છે. આઇપીએલના મમામલે સીએસકે બીજી સૌથી સફળ ટીમ છે. સીએસકેથી વધુ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ ખિતાબને 5 વખત જીતી ચુક્યું છે. મુંબઇએ 2013, 2015, 2017, 2019 અને 2020માં આઇપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો