Will Not Accept Such Artificial Enlargement : On New Map Of Nepal India
  • Home
  • Featured
  • નવા નકશા પર ભારતની નેપાળને સ્પષ્ટ ચેતવણી, આ પ્રકારની હરકત ક્યારેય સાંખી નહીં લેવાય

નવા નકશા પર ભારતની નેપાળને સ્પષ્ટ ચેતવણી, આ પ્રકારની હરકત ક્યારેય સાંખી નહીં લેવાય

 | 11:14 pm IST

લિપુલેખ વિવાદ બાદ નેપાળે પોતાના દેશનો નવો નકશો જાહેર કર્યો છે જેમાં ભારતનો 395 વર્ગ કિલોમીટરનો વિસ્તાર નેપાળમાં દર્શાવવામાં આવ્યો છે. જેને લઈને ભારત લાલઘુમ છે અને નેપાળને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. ભારતે નેપાળને ચેતવતા કહ્યું છે કે, તે પોતાની ક્ષેત્રીય અખંડિતતામાં આ પ્રકારનો હસ્તક્ષેપ ક્યારેય સાંખી નહીં લે.

ભારતના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ સરહદી વિવાદનો ઉકેલ વાતચીતથી જ ઉકેલવા માટેની દિશામાં આગળ વધવુ પડશે. સંરક્ષણ મંત્રીએ જ્યારે લિપુલેખથી કૈલાસ માનસરોવર જવાના રસ્તાનું ઉદ્ઘાટન કરતાની સાથે જ નેપાળે વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. નેપાલ તથ્યહિન આરોપ લગાવી આ વિસ્તારને પોતાનો ગણાવી રહ્યું છે. નેપાળે થોડા દિવસ પહેલા જ નવા નકશા જાહેર કરી ભારતનો લિપુલેખ અને કાલાપાની સહિતનો વિસ્તાર પોતાનામાં દર્શાવ્યો હતો.

નેપાળના આ નકશાનો જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, નેપાળ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશા કોઈ ઐતિહાસિક તથ્યો પર આધારીત નથી પરંતુ મનફાવે તે પ્રકારના છે. આ કેસ બંને પક્ષોએ વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. આ પ્રકારની હરકત ભારત ક્યારેય સાંખી નહીં લે.

અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, નેપાળે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરવુ જોઈએ. નેપાળના નેતૃત્વએ એક એવુ વાતાવણ ઉભુ કરવુ જોઈએ જેથી કરીને સામસામે બેસીને વાતચીત થઈ શકે.

નકશામાં નેપાળે ભારતનો 395 ચોરસ કિલોમીટર વિસ્તાર પોતાનામાં શામેલ કર્યો

નેપાળે પોતાના નવા નકશામાં કુલ 395 ચોરસ કિલોમીટર વિસ્તાર શામેલ કરી લીધો છે. લિંપિયાધુરા, લુપિલેખ અને કાલાપની ઉપરાંત ગુંજી, નાભી અને કુટી ગામને પણ પોતાનામાં શામેલ કરી દીધા છે. નેપાળના આ નવા નકશામાં કાલાપાનીના કુલ 60 વર્ગ કિલોમીટર વિસ્તારને પોતાનો ગણાવવામાં આવ્યો છે. તેમાં લિંપિયાધુરાના 335 કિલોમીટર વિસ્તારને જોડી દેવામાં આવે તો કુલ 395 ચોરસ કિલોમીટર થાય છે. આ રીતે નેપાળે ભારતનો 395 કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી દીધો છે. જ્યારે આજે ટોણોં પણ માર્યો હતો કે ચીનનો વાયરસ વધારે કરતા ભારતથી આવતો વાયરસ વધારે ખતરનાક છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન