ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોર ફરી એકવાર ભાજપ સાથે જોડાશે! - Sandesh
  • Home
  • India
  • ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોર ફરી એકવાર ભાજપ સાથે જોડાશે!

ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોર ફરી એકવાર ભાજપ સાથે જોડાશે!

 | 3:31 pm IST

ચૂંટણીના ચાણક્ય માનવામાં આવતા પ્રશાંત કિશોર ફરી એકવાર ભાજપનું દામન થામી શકે છે. 2014માં ભાજપની જીતમાં મોટી ભૂમિકા અદા કરનારા પ્રશાંત કિશોર 2019 લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાંઅ કિશોર સાથે મુલાકાત થઈ હતી.

પ્રશાંત કિશોરના કેમ્પનું કહેવું છે કે, હાલ કંઈ પણ કહેવું ઉતાવળભર્યું હશે. કારણે પ્રશાંત કિશોર ચૂંટણી બાબતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ અવારનવાર મળતાં રહે છે. 2019 લોકસભાની ચૂંટણીને લઈને કોઈ નિર્ણય કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ લેવામાં આવશે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાંત કિશોરે સાથે ભોજન લીધું હતું. પ્રશાંતની ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ હતી. પરંતુ પ્રશાંત કિશોરના પિતાની તબિયત નાદુરસ્ત ચાલી રહી હોવાની તાજેતરમાં તેઓ ચૂંટણી પર ખાસ ધ્યાન નથી આપી રહ્યાં. પ્રશાંત કિશોરનું નામ 2014ની લોકસભાની ચૂંટણી બાદ ચર્ચામાં આવ્યું હતું. જો કે તે પહેલા 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદી માટે કામ કરી ચુક્યાં છે. ત્યાર બાદ કિશોર બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે નીતીશ કુમાર સાથે જોડાયાં હતાં. બાદમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કર્યું હતું.

જુદી જુદી ચૂંટણીઓમાં ભાજપ ઉપરાંત બિહારમાં જદયૂ-રાજદ અને પંજાબમાં કોંગ્રેસનું સફળતાપૂર્વક અભિયાન ચલાવનારા રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોર ગત વર્ષે જુલાઈથી વાઈએસઆર કોંગ્રેસ સાથે જોડાયા હતાં. વાઈએસઆર અધ્યક્ષ તથા આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા વાઈએસ જગનમોહન રેડ્ડીએ પાર્ટી નેતાઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં પ્રશાંત કિશોર પણ હાજર હતાં. વાઈએસઆર સાંસદ પી મિથુન રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમે પ્રશાંત કિશોરને સલાહકાર તરીકે નિમ્યા છે અને તેમને એક બેઠકમાં પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બિહારમાં નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડી ભાજપ સાથે પુન: જોડાઈને સરકાર બનાવતા લાલૂ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની સાથો સાથ પ્રશાંત કિશોરને પણ નુંકશાન થયું હતું. રાજ્યમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર બનતા જ પ્રશાંત કિશોર પાસેથી કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આંચકી લેવામાં આવ્યો હતો.

40 વર્ષિય પ્રશાંત કિશોરને રાજનીતિનાં ચાણક્ય માનવામાં આવે છે. દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓ તેમની સલાહ લેવા માંગે છે. ભાજપ સાથે જોડાઈને ચર્ચામાં આવેલા અને ત્યાર બાદ ભાજપથી અલગ થયેલા પીકેના માને જાણીતા બનેલા પ્રશાંત કિશોર હવે ફરી ભાજપ સાથે જોડાશે અને 2019માં લોકસભાનોં જંગ ફતેહ કરવામાં ભાજપને મદદરૂપ થશે.