Will scrap bullet train project if Congress comes to power
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ નેતાએ કર્યો ધડાકો…તો હું કોઇ કાળે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો નહીં થવા દઉં

આ નેતાએ કર્યો ધડાકો…તો હું કોઇ કાળે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો નહીં થવા દઉં

 | 5:46 pm IST

મુંબઇ થી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ સપનામાંથી એક છે. પરંતુ હવે કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો આ પ્રોજેક્ટને રદ્દ કરી દેશે. વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું છે કે જો કૉંગ્રેસ સત્તામાં આવી તો તે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને રદ્દી કરી દેશે.

તેમણે સાથો સાથ કહ્યું કે તેઓ આ પ્રોજેક્ટ હાલ આર્થિક રીતે વ્યવહારિક નથી. કૉંગ્રેસ પાર્ટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો હિસ્સો વધારવાનો પણ વિરોધ કર્યો છે. આ પ્રોજેક્ટમાં રાજ્યનો હિસ્સો 250 કરોડ રૂપિયાના વધારવાનો પ્રસ્તાવ છે. જો કે આ પ્રસ્તાવ પાસ થઇ ગયો પરંતુ ચૌહાણને હજુ પણ લાગે છે કે આ પ્રોજેક્ટ અવ્યવહારિક નથી અને માત્ર એક ખ્યાલી પુલાવ છે.

મીડિયા રિપોર્ટસના મતે ચૌહાણે કહ્યું કે જ્યારે યુપીએ સરકારે બુલેટ ટ્રેન અંગે અભ્યાસનો આદેશ આપ્યો હતો ત્યારે તેનો ખર્ચ 65000 કરોડ રૂપિયા હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ આ વધીને 95000 કરોડ રૂપિયા થઇ ગયો જ્યારે જાપાનની સાથે એમઓયુ સાઇન કર્યા તો તેનો ખર્ચ વધીને 1,10,000 કરોડ રૂપિયા થઇ ગયો. માત્ર ચાર વર્ષની અંદર ખર્ચ વધીને બમણો કેવી રીતે થઇ શકે છે. ચૌહાણે કહ્યું કે જ્યારે તેમણે ખર્ચનો બ્રેક-અપ માંગ્યો તો માહિતી આપવાની ના પાડી દીધી.

તેમણે કહ્યું કે ચોક્કસ એવી શકયતા છે કે કંઇક ગડબડી ચાલી રહી છે. આપ્રોજેક્ટ સસ્તો નથી. ચૌહાણના મતે મુંબઇથી અમદાવાદ જવાનું ભાડું અંદાજે 13000 રૂપિયા હશે. ચૌહાણે કહ્યું કે જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ ભારતની મુલાકાત પહેલેથી નક્કી નહોતો. કરાર પર એટલા માટે દસ્તાવેજ કર્યા કારણ કે આબે અને મોદી બંનેને તેનાથી ફાયદો હતો. આબે જાપાનમાં ચૂંટણીનો સામનો કરી રહ્યા હતા અને ભાજપને ગુજરાત ચૂંટણી લડવાની હતી. બુલેટ ટ્રેન વડાપ્રધાન મોદીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અત્યારે જમીન અધિગ્રહણની મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.