Will Shivpal Yadav come back in Samajwadi Party?
  • Home
  • Featured
  • તો શું ફરી સાથે આવશે અખિલેશ-શિવપાલ? કોણ બની રહ્યું છે આડખીલીરૂપ

તો શું ફરી સાથે આવશે અખિલેશ-શિવપાલ? કોણ બની રહ્યું છે આડખીલીરૂપ

 | 9:12 pm IST

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સમાજવાદી પાર્ટી(સપા)માં હાલ એકતાની તસવીર ઝાંખી થતી દેખાઈ રહી છે. જોકે પરિણામ બાદ એવું લાગી રહ્યું હતું કે પરિવાર અને પાર્ટીને બચાવવા માટે કાકા-ભત્રીજા એક સાથે ફરી મેદાનમાં ઉતરશે પરંતુ હવે એ વાતો ખોટી સાબિત થતા દેખાઈ રહી છે.

સતત બે વાર લોકસભા ચૂંટણી અને એકવાર વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ અખિલેશ યાદવ પર પરિવારને બચાવવાનો દબાવ વધી રહ્યો છે. સૂત્રો મુજબ ખાસ કરીને પાર્ટી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે ઇચ્છે છે કે પાર્ટીને ઉભી કરવામાં મહત્વનો ફાળો આપનાર ભાઈ શિવપાલ યાદવ પાર્ટી સાથે ફરી જોડાય. પરંતુ પુત્ર અખિલેશ યાદવ આ વાત માટે રાજી નથી. તેમને લાગે છે કે શિવપાલની એન્ટ્રીથી પાર્ટીમાં તેમના એકાધિકાર અને વર્ચસ્વ સામે જોખમ ઊભું થઈ શકે છે.

સૂત્રો મુજબ સપા અધ્યક્ષ નથી ઇચ્છતા કે પાર્ટીમાં એકવાર ફરી કોઈ સત્તા માટે કેન્દ્ર બને. શિવપાલના આવ્યા બાદ તેમની સંભાવનાઓ વધી શકે છે. ઉપરાંત કેટલાક વ્યક્તિગત કારણો પણ છે જેના કારણે અખિલેશ શિવપાલને લઈ કડવાશ દૂર કરી શકતા નથી. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019માં સત્તાધીશ બીજેપીને હરાવવા માટે સપા-બસપા-રાલોદ અને અન્ય વિપક્ષી પાર્ટીએ મહાગઠબંધન કરી મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમનો આ પ્લાન પણ ઊંધા માથે પડ્યો. જ્યારે શિવપાલ યાદવ ગત વર્ષે સપાથી અલગ થયા હતા અને પોતાની એક અલગ પાર્ટી બનાવી હતી. જોકે તેમ છતા હાલ પણ શિવપાલ યાદવ સપાથી ધારાસભ્ય છે.

પ્રસપા પાર્ટીના એક સભ્યે કહ્યું કે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવે સપામાં વાપસીથી ઇન્કાર કર્યો છે. પરંતુ તેમને ગઠબંધનની સંભાવનાઓ જાળવી રાખી છે. શિવપાલે પાર્ટીના સભ્યો સાથે બેઠક કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મુખ્ય મુકાબલામાં ઉતરવાના સંકેત પણ આપ્યા છે. શિવપાલે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં તૈયારી માટે યોગ્ય સમય ન મળતા અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન