Will Smith sexual intercourse many girls after first girlfriend cheated
  • Home
  • Entertainment
  • ગર્લફ્રેન્ડે આપ્યો દગો…તો અભિનેતાએ એટલી બધી છોકરીઓ સાથે બાંધ્યા સંબંધ

ગર્લફ્રેન્ડે આપ્યો દગો…તો અભિનેતાએ એટલી બધી છોકરીઓ સાથે બાંધ્યા સંબંધ

 | 2:51 pm IST
  • Share

  • હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથના ચોંકાવનારા ખુલાસા
  • તેના રિલીઝ થયેલા પુસ્તકને લઇને ચર્ચા
  • ગર્લફ્રેન્ડ સાથે બ્રેકપછી અનેક છોકરીઓ સાથે બાંધ્યા હતા સંબંધ 

હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથ વિશે પ્રોફેશનલ ફ્રન્ટ અંગે લોકો ઘણું જાણતા હશે, પરંતુ તેમના અંગત જીવન વિશે બહુ ઓછું સાંભળ્યું હશે. ‘મેન ઇન બ્લેક’, ‘અલી’ અને ‘ઇંડિપેંડેંસ ડે’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા વિલ સ્મિથ હાલમાં તેના હાલમાં રિલીઝ થયેલા પુસ્તકને લઇને ચર્ચામાં છે. આ પુસ્તકમાં વિલે પોતાના અંગત જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

વિલ સ્મિથે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ બાદ તેણે ઘણી છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના પછી તે ખૂબ જ બીમાર થઈ ગયો હતો.

બાયોગ્રાફીમાં, વિલ સ્મિથે દાવો કર્યો છે કે જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેને મેલાની નામની છોકરી સાથે પ્રેમ થયો હતો. પરંતુ જ્યારે તેની સાથેના સંબંધો તૂટ્યા તો તેણે ‘મોટા પાયા પર અને ઝડપથી જાતીય સંબંધો બનાવવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું કે ‘મારા માટે બ્રેકઅપ અસહ્ય બની ગયું હતું. એ પછી હું ઘણી સ્ત્રીઓ સાથે ઈન્ટિમેટ થવા લાગ્યો. મને રાહત જોઈતી હતી કારણ કે હાર્ટબ્રેકની કોઈ દવા નથી. તેથી મેં આને દૂર કરવા હોમિયોપેથિક ઉપાયોનો આશરો લીધો, ખરીદી કરવા ગયો અને મોટા પાયે સેક્શુઅલ ઇન્ટકોર્સ થવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Will Smith (@willsmith)

વિલ સ્મિથે તેની બાયોગ્રાફીમાં જણાવ્યું છે કે જ્યારે તે બે અઠવાડિયાની મ્યુઝિક ટૂર માટે બહાર હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી હતી. પરંતુ તે પછી વિલ સ્મિથે ખૂબ જ સેક્સ કર્યું હતું. તેને એટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધો હતા કે તે બીમાર પડી ગયો.

વિલ સ્મિથે લખ્યું- ‘હું બ્રેકઅપ સહન ન કરી શક્યો. પછીના થોડા મહિનામાં, મેં ઘણી સ્ત્રીઓ સાથે સેક્સ કર્યું. આ કારણે મને psychosomatic રિએક્શન થઇ ગયું હતું મને વોમિટ પણ થઇ જતી હતી.

જોકે, વિલ સ્મિથ દુખી છે કે આટલી બધી મહિલાઓ સાથે સંબંધો હોવા છતાં તેને ઈચ્છિત પાર્ટનર મળી નથી. તે દરેક પાર્ટનરમાં એવી શોધ કરતો હતો જે તેને પ્રેમ કરે અને આ દર્દ ભૂલી જાય.

તમને જણાવી દઈએ કે વિલ સ્મિથે વર્ષ 1992માં અભિનેત્રી Sheree Zampinoનો સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેમને એક પુત્ર પણ હતો, પરંતુ વર્ષ 1995માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડાના બે વર્ષ પછી, વિલ સ્મિથે 1997માં અભિનેત્રી જેડા કોરેન પિંકેટ સાથે લગ્ન કર્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો