Will using this condom for Adult intercourse side effect
  • Home
  • Featured
  • સેક્સ માટે આ કોન્ડોમનો ઉપયોગ કરવાથી નુકસાન થશે કે નહીં? જાણો

સેક્સ માટે આ કોન્ડોમનો ઉપયોગ કરવાથી નુકસાન થશે કે નહીં? જાણો

 | 2:57 pm IST

જ્યારે વાત સેક્શુઅલ હેલ્થની આવે છે તો ખાસ કરીને લોકો આ ટોપિક અંગે વાત કરવાથી શરમ અનુભવે છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે પોતાના અને તમારા પાર્ટનરને સેક્સના કારણે થનારી જીવલેણ બીમારીથી બચાવવા માંગો છો તો સેક્શુઅલ હેલ્થ અંગે જાણકારી એકઠી કરો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે બજારમાં મળતા ફ્લેવર્ડ કોન્ડોમ્સ રેગ્યુલર કોન્ડોમની તુલનામાં વધારે સેફ હોય છે અને તેને તમારે ઉપયોગ કરવો જોઇએ કે નહીં.

સેક્શુઅલ પ્લેઝરને વધારવા માટે ફ્લેવર્ડ કોન્ડોમની શરૂઆત કરવામાં આવી. કારણકે સાદા કોન્ડોમની ફ્લેવર રબર જેવી હોય છે જેથી મોટી સંખ્યામાં કપલ્સ ઓરલ સેક્સ કરી શકતા નથી. જોકે, ફ્લેવર્ડ કોન્ડોમની શરૂઆત કરવામાં આવી જેથી સેફ ઓરલ સેક્સને વધારી શકાય.

એક યુરોલોજિસ્ટ ડોક્ટર અનુસાર ફ્લેવર્ડ કોન્ડોમથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ ફિમેલ પાર્ટનરના પ્રાઇવેટ પાર્ટને નુક્સાન થઇ શકે છે. ફ્લેવર્ડ કોન્ડોમના કારણે ફિમેલ પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ, બળતરા, ડ્રાયનેસ, લુબ્રિકેન્ટ ન થવા જેવી સમસ્યા થઇ શકે છે. આ દરેક વજાઇનાના પીએચ લેવલને ગડબડ થવાનું કારણ છે. સાથે જ ફ્લેવર્ડ કોન્ડોમમાં શુગરનું પ્રમાણ પણ હોય છે જે વજાઇના માટે યોગ્ય નથી.

ફ્લેવર્ડ઼ કોન્ડોમથી ડરવાની જરૂરત નથી. તો તમે સસ્તા ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરો છો તેનાથી નુકસાન થવાની આશંકા વધી જાય છે. જોકે, સારા બ્રાન્ડની ફ્લેવર્ડ કોન્ડોમ ઉપયોગ કરો કારણકે તે સ્કિન કેર નિષ્ણાંતથી પ્રમાણિત થાય છે અને સ્કિનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન