યુએસ ઓપન : સેરેના, એન્ડી મરેનો આસાન વિજય - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • યુએસ ઓપન : સેરેના, એન્ડી મરેનો આસાન વિજય

યુએસ ઓપન : સેરેના, એન્ડી મરેનો આસાન વિજય

 | 10:28 pm IST
  • Share

વિમ્બલ્ડન ચેમ્પિયન એન્ડી મરે અને નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે એકતરફી મુકાબલામાં જીત મેળવતાં યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કેનેડાની એન્જેનિ બુચાર્ડ અને ર્સિબયાની એના ઇવાનોવિકને પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડયો હતો.

સેરેના વિલિયમ્સે વિશ્વમાં ૨૯મી રેન્ક ધરાવતી રશિયન ખેલાડી એકટેરિના મેકેરોવાને ૬-૩, ૬-૩થી પરાજય આપ્યો હતો. ખભાની ઇજામાંથી સ્વસ્થ થઈ કોર્ટ પર પરત ફરેલી સેરેનાને પ્રથમ રાઉન્ડમાં જીત મેળવવા ખાસ મુશ્કેલી નડી નહોતી. સેરેનાએ પ્રથમ રાઉન્ડ ૬૩ મિનિટમાં જીતી લીધો હતો જેમાં તેણીએ ૧૨ એસ અને ૨૭ વિનર્સ લગાવ્યા હતા.
સેરેના વિલિયમ્સની મોટી બહેન વિનસ વિલિયમ્સે પણ રેકોર્ડ ૭૨મી વખત મેજર ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં રમતાં યૂક્રેનની કેટેરિના કોઝલોવાને ૬-૨, ૫-૭, ૬-૪થી હરાવી હતી. વિનસે ૨૨ વર્ષીય કોઝલોવા સામે ૬૩ અનફોર્સેડ એરર કરી હતી તેમ છતાં પ્રથમ રાઉન્ડ જીતવામાં સફળ રહી હતી. અન્ય મેચમાં પોલેન્ડની એગ્નિએસ્કા રેડવાન્સકાએ અમેરિકન ક્વોલિફાયર ખેલાડી જેસિકા પેગુલાને ૬-૧, ૬-૧થી હરાવી હતી. પાંચમી ક્રમાંકિત સિમોના હાલેપે બેલ્જિયમની કર્સ્ટન

102415215_serena_sport-large_trans++wMpl-Jpdv5EMZZkofEupHIu-2WZJwC2Xa_hRpTZaKrM

ફ્લિપકેન્સને ૬-૦, ૬-૨થી પરાજય આપ્યો હતો.
પુરુષ વિભાગમાં બીજી રેન્ક ધરાવતા બ્રિટનના એન્ડી મરેએ પ્રથમ રાઉન્ડમાં ચેક ગણરાજ્યના લુકાસ રોસોલને ૬-૩, ૬-૨, ૬-૨થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. એન્ડી મરે ઓસ્ટ્રેલિયા ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને તેની નજર યુએસ ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવવા પર છે. કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી ચોથા પુરુષ ખેલાડી બનવા પડકાર આપી રહેલા મરેએ આસાન જીત મેળવી હતી.
અન્ય એક પુરુષ વિભાગના મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટેનિસલાસ વાવરિંકાએ સ્પેનના ફર્નાન્ડો વરદાસ્કોને ૭-૬, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. જાપાનના કેઈ નિશિકોરીએ પણ જર્મનીના બેન્ઝામિન બેકરને ૬-૧, ૬-૧, ૩-૬, ૬-૩થી હરાવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આઠમા ક્રમાંકિત ઓસ્ટ્રિયાના ડોમનિક થિયામે પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં જેન મિલેનને ૬-૩, ૨-૬, ૫-૭, ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો જ્યારે આર્જેન્ટિનાના જુઆન ર્માિટન ડેલ પોટ્રોએ પોતાના જ દેશના ડિએગો સ્વાટ્ઝમેનને ૬-૪, ૬-૪, ૭-૬થી હરાવ્યો હતો.

કાર્લોવિચે ૬૧ એસ લગાવવાનો રેકોર્ડ બનાવ્યો
ક્રોએશિયાના ઇવો કાર્લોવિચે તાઇવાનના લૂ યેન સુનને ૪-૬, ૭-૬, ૬-૭, ૭-૬, ૭-૫થી હરાવ્યો હતો. આ મેચમાં કાર્લોવિચે ૬૧ એસ લગાવ્યા હતા જે યુએસ ઓપનમાં રેકોર્ડ છે. આ પહેલાં ૧૯૯૯માં રિચર્ડ ક્રાઇસેકે ૪૯ એસ લગાવ્યા હતા જેને કાર્લોવિચે તોડયો હતો. એક મેચમાં સૌથી વધુ એસ લગાવવાનો રેકોર્ડ અમેરિકાના જ્હોન ઇસનેરના નામે છે તેણે ૨૦૧૦માં વિમ્બલ્ડનમાં ૧૧૩ એસ લગાવ્યા હતા. ટેનિસમાં કુલ સૌથી વધુ એસ લગાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રિયાના ઇવો કાર્લોવિચના નામે છે તેણે ૫૭૯ મેચમાં ૧૧,૨૧૬ એસ લગાવ્યા છે. બીજા નંબરે ઓસ્ટ્રિયાનો ગોરાન ઇવાનિસેવિચ છે જેણે ૭૩૧ મેચમાં ૧૦,૧૩૧ એસ લગાવ્યા છે. ત્રીજા સ્થાને રોજર ફેડરર છે જેણે ૧,૨૬૭ મેચમાં ૯,૭૩૪ એસ લગાવ્યા છે.

બાઉચર્ડ, ઇવાનોવિક પ્રથમ રાઉન્ડમાં બહાર
કેનેડાની ટેનિસ ખેલાડી એન્જેનિ બાઉચર્ડ અને ર્સિબયાની એના ઇવાનોવિકનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થતાં બહાર થઈ ગઈ છે. એના ઇવાનોવિકને ૮૯મી રેન્ક ધરાવતી ડેનિસા એલર્ટોવાએ ૭૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૭-૬, ૬-૧થી હાર આપી હતી. ૨૯મી રેન્ક ધરાવતી ૨૮ વર્ષીય એના ઇવાનોવિક માટે આ વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ઇવાનોવિક આ વર્ષે ૧૫ મેચ જીતી છે અને ૧૬ મેચમાં હાર મળી છે. ઇવાનોવિક આ પહેલાં વિમ્બલ્ડનમાં પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. સતત કથળી રહેલા પ્રદર્શન છતાં ઇવાનોવિકે નિવૃત્તિ લેવાનો ઇનકાર કરતાં કહ્યું કે, મારી કારકિર્દીનો આ સૌથી કપરો સમય છે. ઇવાનોવિકે ગત જુલાઈમાં જર્મનીના ફૂટબોલર બાસ્ટિયન શ્વેનસટાઇગર સાથે લગ્ન કર્યા બાદ એકેય મેચ જીતી નથી. એન્જેનિ બાઉચર્ડને ચેક ગણરાજ્યની કેટેરિના સિનિકોવાએ સવા બે કલાક સુધી ચાલેલી મેચમાં ૬-૩, ૩-૬, ૬-૨થી હરાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો