Williamson and Morgan Talking About The Rule Of Boundary
  • Home
  • Sports
  • Cricket
  • જે નિયમે ફાઇનલમાં હરાવ્યા તે વિશે બોલ્યો વિલિયમ્સન, ઇંગ્લેન્ડનાં કેપ્ટને પણ આપ્યો જવાબ

જે નિયમે ફાઇનલમાં હરાવ્યા તે વિશે બોલ્યો વિલિયમ્સન, ઇંગ્લેન્ડનાં કેપ્ટને પણ આપ્યો જવાબ

 | 4:10 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચ સુપર ઑવર સુધી ગઇ અને સ્કોર બરાબર રહેવાનાં કારણે વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રીનાં આધારે કરવામાં આવ્યો. અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી રોમાંચક રહેલી આ વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે ફક્ત એ માટે જીતી ગયું કારણ કે તેણે ન્યૂઝીલેન્ડ કરતા વધારે બાઉન્ડ્રી મારી હતી. મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં બંને ટીમોનાં કેપ્ટનોને બાઉન્ડ્રી નિયમ વિશે પુછવામાં આવ્યું. એક તરફ મૉર્ગને કહ્યું કે નિયમ પર તેનું નિયંત્રણ નથી, તો વિલિયમ્સને કહ્યું કે આ વિશે વિચારીને તે મેદાને નહોતો ઉતર્યો.

શું કહ્યું મૉર્ગને?

મૉર્ગને કહ્યું કે, “જો તમે મને કોઈ વિકલ્પ આપશો તો હું બંને વચ્ચે તુલના કરવા ઇચ્છીશ, પરંતુ અત્યારે હું કોઈ વિકલ્પ વિશે ના વિચારી શકું. નિયમને બનાવ્યે લાંબો સમય થઇ ગયો છે અને અમારું તેના પર કોઈ નિયંત્રણ નથી.” તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ન્યૂઝીલેન્ડની પ્રશંસા કરી. મૉર્ગને આ જીત માટે પોતાની ટીમ, સપોર્ટિંગ સ્ટાફ અને તમામ લોકોનો આભાર માન્યો જે છેલ્લા 4 વર્ષથી આ માટે મદદ કરી રહ્યા હતા.

વિલિયમ્સને શું કહ્યું?

બીજી તરફ વિલિયમ્સને કહ્યું કે, “તમે જાણો છો કે નિયમ શરૂઆતથી જ આવા છે. કોઈએ પણ એ નહોતુ વિચાર્યું કે આ પ્રકારનું પરિણામ આવશે, પરંતુ હા આને સહન કરવું ઘણું મુશ્કેલ છે જ્યારે બંને ટીમોએ ઘણી શાનદાર ક્રિકેટ રમી છે. ઘણી શાનદાર ક્રિકેટ થઇ અને તમે બધાએ કદાચ આનો આનંદ ઉઠાવ્યો.” વિલિયમ્સને પોતાના ખેલાડીઓનાં પ્રદર્શન પર પણ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો અને ઇંગ્લેન્ડને જીતનું હકદાર ગણાવ્યું.

મેચમાં જતા પહેલા આ બધું નથી વિચારતા

વિલિયમ્સને કહ્યું કે, “નિયમ છે અને મેચમાં જતા પહેલા એ નથી વિચારતા કે જો અમારી પાસે વધારે બાઉન્ડ્રી હશે અને બે પ્રયત્નો પછી મુકાબલો ટાઈ રહ્યો તો અમે જીતીશું. હું એ વિશે નથી જાણતો કે અમે બાઉન્ડ્રી કેટલી મારી, પરંતુ અમે થોડાક પાછળ હતા. હા, મેચ ઘણી મુશ્કેલ હતી.” ત્યારબાદ વિલિયમ્સને ઇંગ્લેન્ડને જીતનો શ્રેય આપતા કહ્યું કે આ ટીમ ખિતાબની હકદાર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન