NIFTY 10,033.15 +48.35  |  SENSEX 31,965.28 +131.29  |  USD 65.0850 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • વિન ડીઝેલની આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણ? 

વિન ડીઝેલની આગામી ફિલ્મમાં દીપિકા પદુકોણ? 

 | 2:06 am IST

ફિલ્મ ટ્રિપલ એક્સ : ધ રિટર્ન ઓફ જેન્ડર કેજથી પોતાની હોલિવૂડ કારકિર્દીને શરૂ કરનાર અભિનેત્રી દીપિકા પદુકોણ અને હોલિવૂડ સ્ટાર વિન ડીઝેલ ફરી એક વાર ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. બોલિવૂડમાં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પગરણ માંડનાર દીપિકાને નિર્માત્રી ફરાહ ખાનમાં પોતાનો મેન્ટર મળી ગયો હતો એવી જ રીતે હોલિવૂડમાં તેને વિન ડીઝેલ મેન્ટર તરીકે મળી ગયો છે. વિન અને દીપિકાની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હોવાથી વિન દીપિકા સાથે વધુ એક ફિલ્મ કરે એવી શકયતા છે. દીપિકા પદુકોણ પોતાની હોલિવૂડ કારકિર્દી પૂરપાટ વેગે ચાલે તે માટે ઘણા પ્રયાસ કરી રહી છે અને જરૂર પડે વિન ડીઝેલનું માર્ગદર્શન લઈ રહી છે. પ્રોફેશનલ મામલે દીપિકા વિનની સલાહ લઈ રહી છે. દીપિકાને વિને એક સ્ક્રિપ્ટ મોકલી છે જે દીપિકાને પસંદ પડી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનાથી શરૂ થાય એવી શક્યતા છે.