કેજરીવાલે અરૂણ જેટલીને પુછ્યા 250 પ્રશ્નો, હાઈકોર્ટે કહ્યું- બસ હવે નહીં - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કેજરીવાલે અરૂણ જેટલીને પુછ્યા 250 પ્રશ્નો, હાઈકોર્ટે કહ્યું- બસ હવે નહીં

કેજરીવાલે અરૂણ જેટલીને પુછ્યા 250 પ્રશ્નો, હાઈકોર્ટે કહ્યું- બસ હવે નહીં

 | 7:04 pm IST

નાણાં મંત્રી અરૂણ જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનીના કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આદેશ આપ્યો છે કે તે 12 ફેબ્રુઆરીએ જેટલીને ક્રોસ એક્ઝામિનેશન કરી લે. અરૂણ જેટલીએ કેજરીવાલ અને AAPના 5 અન્ય નેતાઓ વિરૂદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. જોઈંટ રજિસ્ટાર રાકેશ પંડિતે કહ્યું છે કે, કેસનો રેકોર્ડ જોતા જણાય છે કે કેન્દ્રિય મંત્રીને 8 જુદી જુદી તારીખો પર બોલાવવામાં આવ્યાં. જ્યારે મુખ્યમંત્રીએ ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન અરૂણ જેટલીને 250થી પણ વધારે સવાલો પુછ્યા.

પંડિત કહ્યું હતું કે, મને લાગે છે કે ડિફેંડેટ (કેજરીવાલ)ને વાદી (જેટલી) સાથે ક્રોસ એક્ઝામિનેશન કરવાનો પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. હવે ડિફેંડેટને નિર્દેશ આપવો જરૂરી છે કે તે 12 ફેબ્રુઆરીએ પોતાના પુરાવાઓને નિષ્કર્ષ સુધી પહોંચાડે. જોઈન્ટ રજિસ્ટારે સ્પષ્ટ કહ્યું છે કે, કેજરીવાલને હવે ભવિષ્યમાં ક્રોસ એક્ઝામિનેશન માટે કોઈ જ તારીખ આપવામાં આવશે નહીં. કોર્ટ બહાર કેજરીવાલના વકીલ અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓ આ આદેશ વિરૂદ્ધ અરજી કરશે.

ઉલ્લેખનીય છે કે, જેટલી 2000 થી 2013 સુધીમાં દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન (DDCA)ના અધ્યક્ષ પદે રહ્યાં. આ દરમિયાન જેટલીએ મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતાં. જેટલીએ કેજરીવાલ વિરૂદ્ધ 10 કરોડ રૂપિયાની માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. જેટલીએ આ કેસમાં કેજરીવાલ ઉપરાંત AAPના નેતા રાઘવ ચઠ્ઠા, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ અને દીપક વાજપેયી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.