Windies cricketers will put this special logo on the collar
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝ ક્રિકેટર્સ કોલર ઉપર લગાવશે આ વિશેષ લોગો

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝ ક્રિકેટર્સ કોલર ઉપર લગાવશે આ વિશેષ લોગો

 | 8:00 am IST

ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર્સ રંગભેદના વિરોધ સ્વરૂપે ‘બ્લેક લાઇવ્સ મેટર’નો લોગો પોતાની ટી-શર્ટના કોલર ઉપર લગાવીને મેદાનમાં ઊતરશે. અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇટના નિધન બાદ આ મુદ્દે જાહેરમાં ટીકાઓ કરનાર સુકાની જેસન હોલ્ડરે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે એકતા અને જાગ્રતતા ફેલાવવામાં મદદ કરવાની અમારી ફરજ છે.

આઇસીસીની મંજૂરીથી મળેલા લોગોને ઇલિશા હોસાનાએ ડિઝાઇન કર્યો છે. ચાલુ મહિનાની પ્રારંભમાં પ્રીમિયર લીગની તમામ ૨૦ ક્લબોના ખેલાડીઓએ પોતાની ટી-શર્ટ ઉપર આ લોગો લગાવ્યો હતો. હોલ્ડરે જણાવ્યું હતું કે આ રમતોના ઇતિહાસમાં તથા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સમય છે. અમે અહીં વિઝડન ટ્રોફી જીતવા માટે આવ્યા છીએ પરંતુ વિશ્વમાં જે બની રહી રહ્યું છે તેનાથી વાકેફ છીએ અને ન્યાય તથા સમાનતા માટે લડત આપીશું.

હોલ્ડરે વધુમાં કહ્યું કે યુવા ખેલાડીઓના એક સમૂહ તરીકે અમને વિન્ડીઝના ગોલ્ડન ઇતિહાસની જાણકારી છે. અમને ખબર છે કે આવનારી પેઢી માટે અમે આ વિરાસતના વાહક છીએ. હોલ્ડરનું માનવું છે કે રંગભેદના મામલાની પણ ડોપિંગ અને ભ્રષ્ટાચારની જેમ કાર્યવાહી થવી જોઈએ. અમે આ લોગો લગાવવાનો નિર્ણય હળવાશથી લીધો નથી. વિશ્વમાં સમાનતા તથા એકતા જરૂરી છે. અમે ચૂપ બેસી શકીએ તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન