Windies lost six wickets for 18 runs in the second innings against a massive target
  • Home
  • Sports
  • Cricket
  • જંગી ટાર્ગેટ સામે વિન્ડીઝનો બીજા દાવમાં ધબડકો, 18 રનમાં છ વિકેટ ગુમાવી

જંગી ટાર્ગેટ સામે વિન્ડીઝનો બીજા દાવમાં ધબડકો, 18 રનમાં છ વિકેટ ગુમાવી

 | 7:05 am IST
  • Share

  • શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચાલી રહી છે

  • પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે રમેશ મેન્ડિસે તરખાટ મચાવ્યો 

રમેશ મેન્ડિસે તરખાટ મચાવતા શ્રીલંકાએ અહીં રમાતી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે બુધવારે વેસ્ટ ઇન્ડિઝને પરાજય તરફ ધકેલી દીધું હતું. જોકે શ્રીલંકા અને વિજય વચ્ચે વરસાદ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.

શ્રીલંકાએ ચાર વિકેટે 191 રન બનાવીને પોતાનો બીજા દાવ ડિકલેર કરીને વિન્ડીઝને મેચ જીતવા માટે 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે વરસાદનું વિઘ્ન નડયું ત્યારે વિન્ડીઝે છ વિકેટે 51 રન બનાવી લીધા હતા.

પ્રવાસી ટીમ હજુ પણ 296 રન પાછળ છે અને મેચનો એક જ દિવસ બાકી છે. વરસાદ વિલન ના બને તો શ્રીલંકાનો વિજય નિશ્ચિત છે. સ્ટમ્પના સમયે બોનેર 18 તથા જોશુઆ સિલ્વા 15 રન બનાવીને રમી રહ્યા હતા.

વિન્ડીઝના આઉટ થયેલા તમામ છ બેટ્સમેનો બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો