windies-will-try-to-retreatwindies-will-try-to-retreatwindies-will-try-to-retreat
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદે ઊતરશે, વિન્ડીઝ વાપસીનો પ્રયાસ કરશે

ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદે ઊતરશે, વિન્ડીઝ વાપસીનો પ્રયાસ કરશે

 | 3:07 am IST

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે એક દિવસ અગાઉ 12 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી હતી અને રાજકોટમાં મોટી જીત મેળવનાર ટીમને હૈદરાબાદ ટેસ્ટમાં પણ જાળવી રાખી છે. ઘરેલુ ક્રિકેટમાં ફોેર્મમાં રહેલા મયંક અગ્રવાલને ફરી એક વાર ટીમમાં સ્થાન અપાયું નથી. ટીમ : કોહલી (કેપ્ટન), રાહુલ, પૃથ્વી શો, પૂજારા, રહાણે, પંત, જાડેજા, અશ્વિન, કુલદીપ, ઉમેશ, શમી અને શાર્દુલ ઠાકુર.

ભારતીય ટીમ આજથી અહીં શરૂ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવી સિરીઝ 2-0થી જીતવાના લક્ષ્ય સાથે ઊતરશે જ્યારે વિન્ડીઝની ટીમ વાપસીના ઇરાદે મેદાને ઊતરશે. ભારતે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીતી હતી તથા બીજી ટેસ્ટ મેચમાં પણ વિન્ડીઝ તરફથી કોઈ પડકાર મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી આ મુકાબલો ફરી એક વખત એક તરફથી જોવા મળી શકે છે. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી જ્યારે તેના એક માત્ર ઉપયોગી ઝડપી બોલર શેનન ગેબ્રિયલનું પણ રમવું શંકાસ્પદ છે.

ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં વિન્ડીઝ સામેની સિરીઝ એકરીતે તૈયારી માટે ખાસ મદદરૂપ બની શકે તેમ નથી. આ પહેલાં ભારતે 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે એકતરફી સિરીઝમાં 2-0થી જીત મેળવી હતી પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 0-4થી હાર મળી હતી. તે જ રીતે 2013માં પણ ભારતે બંને ટેસ્ટ મેચ ત્રણ દિવસની અંદર જીતી લીધા હતા પરતં તે પછી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં કોઈ ફરક પડયો નહોતો.

વેસ્ટ ઇન્ડીઝ ટીમનો સવાલ છે તો કાયરન પોવેલ અને રોસ્ટન ચેઝને બાદ કરતાં બાકના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ધૈર્ય રાખવું પડશે જે પ્રથમ મેચમાં જોવા મળ્યો નહોતો.

ટેસ્ટમાં ડયૂક બોલનો ઉપયોગ કરવો જોઈએ 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટ ઇંગ્લેન્ડમાં બનેલી ડયૂક બોલથી રમવી જોઈએ. તેણે એસજી બોલની ખરાબ ગુણવત્તા પર નારાજગી વ્યક્ત કરી હતી જેનો ભારતમાં ઉપયોગ કરાય છે. હૈદરાબાદ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કોહલીએ કહ્યું કે, મારા માતે ડયૂકના બોલ ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી સારા છે. હું વિશ્વભરમાં આ બોલના ઉપયોગ કરવાની ભલામણ કરીશ. આ બોલમાં નિરંતરતા જોવા મળે છે. બોલના ઉપયોગ માટે આઈસીસીએ કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા નથી અને દરેક દેશ અલગ-અલગ બોલનો ઉપયોગ કરે છે. ભારત સ્વદેશમાં બનેલા એસજી બોલનો ઉપયોગ કરે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ ડયૂક જ્યારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કૂકાબૂરાનો ઉપયોગ કરે છે. કોહલી પહેલાં અશ્વિને પણ કહ્યું હતું કે, એસજી બોલની તુલનાએ કૂકાબૂરાથી બોલિંગ કરવામાં વધુ સારું રહે છે. અશ્વિની ફરિયાદ અંગે કોહલીએ કહ્યું કે, હું અશ્વિનની સાથે સહમત છું. પાંચ ઓવરમાં બોલ ઘસાઈ જાય છે આવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નહોતું.

બે વન-ડે માટે ભારતીય ટીમ જાહેર, કાર્તિક બહાર, ઋષભ પંતને પ્રથમ વાર સ્થાન

વેસ્ટ ઈન્ડીઝ સામે યોજાનારી પાંચ વન-ડે મેચની સિરીઝ પૈકીની પ્રથમ બે વન-ડે માટે ભારતીય ટીમ જાહેર કરાઈ હતી જેમાં દિનેશ કાર્તિકને બહાર કરી દેવાયો છે જ્યારે ઋષભ પંતને પ્રથમ વાર વન-ડે ટીમમાં સ્થાન અપાયું છે. એશિયા કપમાં આરામ પર રહેલા વિરાટ કોહલીની વાપસી થઈ છે અને તે ટીમની કમાન સંભાળશે. 14 સભ્યોવાળી ટીમમાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર ધોનીને જાળવી રાખ્યો છે. પંતને બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહને પ્રથમ બે વન-ડેમાં પણ આરામ આપ્યો છે જ્યારે ઝડપી બોલર શમીની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. શમીને એક વર્ષ બાદ વન-ડે ટીમમાં સામેલ કરાયો છે. શમીએ પોતાની અંતિમ વન-ડે 28 સપ્ટેમ્બર 2017ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. હાર્દિક પંડયા અને કેદાર જાધવ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હોવાથી ટીમમાં સામેલ કરાયા નથી. જોકે, કેદાર જાધવ બે વન-ડે બાદ ટીમ સાથે જોડાઈ શકે છે. એશિયા કપમાં સામેલ સિદ્ધાર્થ કૌલ અને દીપક ચાહરને બહરા કરી દેવાયા છે.

પ્રથમ બે વન-ડે માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ અંબાતી રાયડુ, મનીષ પાંડે, એમ.એસ. ધોની (વિકેટકીપર), ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ,શમી, ખલીલ એહમદ, શાર્દુલ ઠાકુર.