Winds active in the Arabian Sea, rain in the Veraval
  • Home
  • Gujarat
  • અરબી સમૂદ્રમાં પવન વાવાઝોડુ સક્રિય, વેરાવળમાં વરસાદી છાંટા, માછીમારોને સાવચેત કરાયા

અરબી સમૂદ્રમાં પવન વાવાઝોડુ સક્રિય, વેરાવળમાં વરસાદી છાંટા, માછીમારોને સાવચેત કરાયા

 | 10:14 pm IST

અરબી સમુદ્રમાં પવન નામના વાવાઝોડુ સક્રિય થયું છે જેના કારણે આજે દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. ઠારનું પ્રમાણ વધ્યુ છે. પોરબંદરમાં વરસાદના છાંટા પડયા હતા. બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

રાજકોટમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. દિવસનું મહતમ તાપમાન 31.7 અને મીનીમમ તાપમાન 21.4 રહ્યું હતુ.

જામનગરમાં પુરા થતાં 24 કલાકમાં મહત્તમ તાપમાન રપ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન 20 ડીગ્રી જેટલું રહ્યુ હતું.છેલ્લા તા.4,5અને 6 દરમ્યાન રાત્રીનું તાપમાન 21 ડીગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન અનુક્રમે 30,29 અને 28 ડીગ્રી રહ્યું હતું.રાજ્યમાં વરસાદની આગાહી છે.પરંતુ જામનગર જીલ્લામાં વરસાદની આગાહી નથી.તેમ કંટ્રોલરુમે જણાવ્યું હતું.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું, આજે પણ સવારથી આકાશમાં વાદળો છવાયા હતાં અને દિવસભર છુટા છવાયા વરસાદના છાંટા પડયા હતા, જેના લીધે આખો દિવસ વાતાવરણ ઠંડુગાર બનીને રહ્યું હતું, સાંજે બફ્ર્ીલો પવન ફ્ુકાયો હતો.

પોરબંદર શહેર જીલ્લા માં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. શહેરમાં બપોરે હળવા છાંટા પડતા માર્ગો ભીના થઇ ગયા હતા અને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતુ. વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ પોરબંદરના બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત પણ કરવામાં આવ્યા છે.જો કે દરિયામાં કોઈ ખાસ કરંટ જોવા મળતો નથી અને દરિયો શાંત જોવા મળ્યો હતો.
વેરાવળમાં રાત્રીના હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. સવારથી સુર્યનારાયણના દર્શન થયા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન