wine shop opened in kerala after two days of election people go crazy
  • Home
  • Featured
  • VIDEO: દારૂની દિવાનગી તો જુઓ, બેે દિવસ દુકાન બંધ રાખી પછી ખોલી તો એવી પડાપડી થઈ કે…

VIDEO: દારૂની દિવાનગી તો જુઓ, બેે દિવસ દુકાન બંધ રાખી પછી ખોલી તો એવી પડાપડી થઈ કે…

 | 10:20 am IST

સોશિયલ મીડિયા પર એક 15 સેકન્ડનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોશો તો એવું લાગશે કે કોઈ ભૂકંપ આવ્યો કે શું. પરંતુ હકીકત તો કંઈક ચોંકાવનારી જ છે. એક ટોચ પર દુકાન છે અને ત્યાં જવા માટે આગળ એક સીડી રાખવામાં આવી છે અને લોકો ત્યાંથી ઉપર ચઢીને પડાપડી થઈ રહ્યા છે. એક-બે લોકો તો નીચે પણ ખાબકે છે. વીડિયો શેર કરીને જણાવવામાં આવ્યું કે, આ કોઈ ભૂકંપ કે દુર્ઘટના નથી પણ લોકો દારૂ લેવા માટે અફરા-તફરી મચાવી રહ્યા છે. જો કે વીડિયો પાછળની હકીકત વિશે હજુ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.

ફેસબુક પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, આ કોઈ ભૂકંપ કે ભૂસ્ખલન નથી. કેરલમાં ચૂંટણી દરમિયાન બે દિવસની રજા હતી અને પછી દારૂની દુકાન ખુલી હતી. ઉલ્લેખનીય છે કે કેરલમાં 21 ઓક્ટોબરે 5 વિધાનસભા સીટો માટે પેટા-ચૂંટણી હતી. 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાયા. ચૂંટણીના કારણે બે દિવસ દુકાન બંધ રહી.

રિપોર્ટ પ્રમાણે જ્યારે બે દિવસ બાદ દારૂની દુકાન ખુલી તો લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. એવું પણ જણાવવામાં આવ્યું કે, કેરળમાં દારૂ માટે આવી લાઈનો સામાન્ય છે. પરંતુ જ્યારે એકવાર લાઈન લાગી જાય પછી બધા એકદમ શિસ્તમાં ઉભા રહે છે. તો જુઓ અહીં એ કથિત વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન