Wing Commander Abhinandan To Pakistan Custody ISI Tortured
  • Home
  • Featured
  • વિંગ કમાંડર અભિનંદનને ISIએ અંદાજે 40 કલાક સુધી ટોર્ચર કર્યું હતું અને…

વિંગ કમાંડર અભિનંદનને ISIએ અંદાજે 40 કલાક સુધી ટોર્ચર કર્યું હતું અને…

 | 8:13 am IST

ઇન્ડિનય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા તો કલાકોની અંદર જ તેમને ઇસ્લામાબાદથી રાવલપિંડી લઇ જવાયા હતા. તેઓ અંદાજે 4 કલાકની અંદર પાકિસ્તાનની આર્મીની કસ્ટડીમાં હતા અને અંદાજે 40 કલાક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ એ તેમની પૂછપરચ્છ કરી, ટોર્ચર કર્યું અને ભારતની ગુપ્તચર એજન્સી રૉ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ને લઇ કેટલીય કોમેન્ટ પણ કરી.

ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના મતે પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16ને તોડી પાડ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન જ્યારે પાકિસ્તાનમાં પડ્યું તો પહેલાં અભિનંદન ઇસ્લામાબાદમાં પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં હતા. પરંતુ અહીં અંદાજે તેઓ ચાર કલાક જ હતા અને ત્યારબાદ તેમને આઇએસઆઇના લોકો ઇસ્લામાબાદથી રાવલપિંડી લઇ ગયા, જ્યાં આઇએસઆઇના ઇન્વેસ્ટિગેશન સેલ એ તેમને અંદાજે 40 કલાક સ્ટ્રોન્ગ રૂમમાં રાખ્યા હતા. ત્યાં તેમને ટોર્ચર કર્યું અને માહિતી ઉગારવાની કોશિષ કરી. આ દરમ્યાન સતત તેમની આંખમાં પટ્ટી બાંધી હતી અને તેઓ કંઇ પણ જોઇ શકતા નહોતા. સૂત્રોના મતે અભિનંદને ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓને કહ્યું કે તેમણે બસ એ સમજાઇ રહ્યું હતું કે તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાઇ રહ્યાં છે અને તેઓ જગ્યા દેખી શકતા નહોતા કારણ કે આંખોમાં પટ્ટી બાંધેલી હતી.

રાઇફલની બટથી ફટકાર્યા
સૂત્રો એ કહ્યું કે અભિનંદનના મતે તેઓ જેટલો સમય પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં હતા ત્યારે તેમની સાથે કમોબેશ યોગ્ય વર્તન કરાયું નહોતું પરંતુ આઇએસઆઇ એ તેમણે માહિતી કઢાવવા માટે દરેક પ્રકારનું ટોર્ચર કર્યું. જ્યારે અભિનંદન પાકિસ્તાનના કબ્જાવાળા વિસ્તારમાં પડ્યા ત્યારે તેમને પકડવા માટે રાઇફલની બટથી તેમના માથા પર માર્યું અને આંખની ઉપર જે કટનું નિશાન છે તે તેનું કારણ છે. પરંતુ જમણી આંખની ચારેયબાજુ જે ઉંડા કાળા નિશાન છે અને આંખમાં જે ઇજા છે તેઆઇએસઆઇના ટોર્ચરનું પરિણામ છે.

સૂત્રોના મતે અભિનંદને એ પણ કહ્યું કે તેમની પૂછપરચ્છ કરવા દરમ્યાન એમ પણ કહ્યું કે તેઓ ભલે પોતાના અંગે માહિતી ના આપી રહ્યા હોય, પરંતુ ઇન્ડિયન મીડિયા દ્વારા તેમણે અભિનંદન પરિવારથી લઇને તેમના પિતાના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર હોવાની અને તેમના ઘરના સરનામાં સુધી તમામ માહિતી મળી ગઇ છે.

ચા વાળો વીડિયો સાચો છે: અભિનંદન
પાકિસ્તાને અભિનંદનનો જે ચાવાળો વીડિયો રિલીઝ કર્યો તે અંગે અભિનંદને કહ્યું કે આ વીડિયો સાચો છે જેમાં તે કહી રહ્યો છે કે ‘ધ ટી ઇઝ ફેન્ટાસ્ટિક’ જો કે અભિનંદને બીજા વીડિયોને ધરમૂળથી નકારી દીધા છે અને કહ્યું કે આ નકલી વીડિયો છે.

કહેવાય છે કે અભિનંદનને છોડ્યા બાદ પાકિસ્તાને જે 1 મિનિટ 23 સેકન્ડનો વીડિયો રિલીઝ કર્યો તે અંગે અભિનંદને કહ્યું કે આ તેમનો અવાજ નથી અને આવું તેમણે કયારેય કહ્યું નથી. આ નાનકડા વીડિયોમાં 15થી વધુ કટ છે જેમાં અભિનંદન પાકિસ્તાન આર્મીના વખાણ કરે છે અને ઇન્ડિયન મીડિયાની આલોચના કરતાં સંભળાઇ રહ્યા છે.

ભારત વાપસી બાદ અભિનંદનના એરફોર્સના સીનિયર અધિકારીઓની સાથે ડીબીફ્રિંગ સેશન થયું. જેમાં એક જ પ્રશ્ન કેટલીય વખત પૂછાયો, ફેરવી તોળીને પૂછાયો જેથી કરીને કોઇ ચૂક ના થાય અને સુરક્ષાથી પણ કોઇપણ પ્રકારની સમજૂતી ના થાય.

સૂત્રોના મતે અભિનંદનને આઇએસઆઇ પાછું સોંપવા તૈયાર નહોતું જ્યારે પાકિસ્તાન પર ચારેતરફથી દબાણ બનતા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને હસ્તક્ષેપ કર્યો અને અભિનંદનને ભારતને પાછો સોંપવાનો નિર્ણય લીધો. આઇએસઆઇવાળા પૂછપરચ્છ દરમ્યાન અને ટોર્ચર કરતાં અભિનંદનને કહી રહ્યા હતા તને તારી રૉ પણ બચાવી શકશે નહીં. ભારત પાછા આવ્યા બાદ અભિનંદનની ન્યુરો ટ્રીટમેન્ટ અને આંખોની ટ્રીટમેન્ટ થઇ છે. અત્યારે તેમની મેડિકલ કેટેગરી ડાઉન કરી દેવાઇ છે પરંતુ ટૂંક સમયમાં તેનો રિવ્યુ કરાશે.

આ Video પણ જુઓ : MS યુનિવર્સિટીમાં સેલના કલાર્ક દ્વારા અપાયેલા લેખિતમાં મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન