Winning World Cup 2023 more tougher for Team India
  • Home
  • Sports
  • Cricket
  • આ વખતે તો ચૂક્યા તક, 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું છે મુશ્કેલ

આ વખતે તો ચૂક્યા તક, 2023માં પણ ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું છે મુશ્કેલ

 | 9:32 am IST

વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર ભારતીય ક્રિકેટ ફેન્સના મગજ પર ઘણા સમય સુધી રહેશે. કારણ કે ટીમ ઇન્ડિયાને આ ટુર્નામેન્ટમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ એવું ન થતા કરોડો ફેન્સના દિલ તૂટ્યા છે. જોકે હવે આપણે 2019ને ભૂલી 2023ની તૈયારી કરવી જોઈએ. કારણ કે 2023નો માર્ગ ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.

આવું એટલા માટે છે કારણ કે એક અંદાજ મુજબ 2023ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની નહીં હોય અને બેટ્સમેનમાં જે દિગ્ગજ છે તે તેમના કરિયરના છેલ્લા તબક્કામાં હશે. ટોપ-3 દિગ્ગજ બેટ્સમેન એટલે કે રોહિત શર્મા અને શિખર ધવન તો 36 વર્ષ પાર કરી ચૂક્યા હશે જ્યારે વિરાટ કોહલી પણ 35ની ઉંમર સુધી પહોંચી જશે.

આ ઉંમરમાં ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. યુવરાજ સિંહ અને વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓમાં આપણે આ મામલો જોઈ ચૂક્યા છીએ. તેથી આ પરિસ્થિતિઓમાં ત્રણે ખેલાડીઓ 4 વર્ષ પછી પણ આવી રીતે પ્રદર્શન કરશે એવી શક્યતાઓ ઓછી છે. નંબર 4ની વાત કરીએ તો હાલ પણ સમસ્યા યથાવત છે. હવે એવું લાગી રહ્યું છે કે આ સમસ્યા આગામી 1-2 વર્ષ સુધી વધુ રહેશે. કારણ કે ટીમ ઇન્ડિયા આ ક્રમ પર દરેક બેટ્સમેનને ઉતારી ચૂકી છે. જેમનાથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી. આ ખેલાડીઓમાં અંબાતિ રાયડૂ, રિષભ પંત, કેદાર જાધવ, લોકેશ રાહુલ, વિજય શંકર, સુરેશ રૈના, મનીષ પાંડે સામેલ છે. પરંતું આ ખેલાડીઓ નંબર 4ની ચિંતા દૂર કરવામાં નિષ્ફળ રહ્યા.

આ સિવાય સૌથી મોટો સવાલ એ છે કે 2023ના વર્લ્ડ કપમાં એમ.એસ.ધોનીની જગ્યા કોણ લેશે. કારણ કે હાલ એવી ચર્ચા છે કે ધોની ચાલુ વર્લ્ડ કપ બાદ ક્યારે પણ સન્યાસની જાહેરાત કરી શકે છે. જો ધોની હાલ સન્યાસ નહીં લે તો અમુક વર્ષ પછી લેશે. પરંતુ ધોની 2023ના વર્લ્ડ કપમાં રમશે એવી શક્યતાઓ ઓછી છે કારણ કે ત્યાં સુધી ધોની 42 વર્ષનો થઈ જશે. એમ ટીમ ઇન્ડિયાને ધોનીનું રિપ્લેસમેન્ટ શોધવું એક પડકારજનક છે. ઉપરાંત હાલ ટીમ ઇન્ડિયામાં વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન અને બોલર છે. પરંતુ 2023ના વર્લ્ડ કપમાં આ ખેલાડીઓના રહેવાની સંભાવનાઓ ઓછી છે. તેથી ટીમ ઇન્ડિયા માટે 2023નું વર્લ્ડ કપ જીતવો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન