Winter could be colder this year due to weak La Nina conditions : IMD DG
  • Home
  • Featured
  • ચોમાસા બાદ હવે શિયાળો પણ બોલાવશે સપાટો, IMDની રૂંવાડા ઉભા કરી નાખે તેવી આગાહી

ચોમાસા બાદ હવે શિયાળો પણ બોલાવશે સપાટો, IMDની રૂંવાડા ઉભા કરી નાખે તેવી આગાહી

 | 8:06 pm IST

વર્ષ 2020માં દેશભરમાં વરસાદનું પ્રમાણ ખુબ જ સારૂ રહ્યું છે. હવે આવનાર શિયાળો (Winter) પણ આકરો રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department-IMD)ને આ વખતે શિયાળામાં હાડ ગાળી નાખતી ઠંડી પડવા પાછળ લા નીના ઈફેક્ટ (La Nino Effect ) કારણભૂત ગણાવી છે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, એ સમજવુ ખુબ જ જરૂરી છે કે, ગ્બોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં વધારો થાય છે એવુ જ નથી પરંતુ તેની વિપરીત અસરો પણ જોવા મળે છે. જેના કારણે ઋતુચક્ર અનિયમિત બની જાય છે.

આ વર્ષે ભારે ઠંડી પડવાના એંધાણ

મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, આ વખતે લા નીનોની સ્થિતિ નબળી છે. માટે અમે આ વર્ષે ભારે ઠંડી પડી શકે છે. જો આપણે કોલ્ડ વેવની પરિસ્થિતિ માટે મોટા પરિબળને ધ્યાનમાં લઈએ તો અલ નીનો (El Nino) અને લા નીના (La Nino )મોટી ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા’ કોલ્ડ વેવ રિસ્ક રિડક્શન‘ પર આયોજીત વેબિનારને સંબોધતા તેમણે આમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લા નીનો કોલ્ડ વેવની સ્થિતિ માટે સાનુકૂળ છે જ્યારે અલ નિનો સ્થિતિ હાલની અપેક્ષાએ સહાયક નથી હોતી.

ઉત્તર ભારત માટે ઠંડી મુશ્કેલીરૂપ

IMD મહાનિર્દેશકે કહ્યું હતું કે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર એવા રાજ્યો છે જ્યાં શીત લહેરને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. IMD દ્વારા દર વર્ષે નવેમ્બરમાં કોલ્ડ વેવની આગાહી પણ રજૂ કરવામાં આવે છે જેમાં આ વર્ષે દેશમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવની સ્થિતિ વિશેની માહિતી આપવામાં આવે છે.

કયા પરિબળો ચોમાસા પર પણ અસર પહોંચાડે છે?

લા નીના એ પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણીની ઠંડક સાથે સંકળાયેલ છે, જ્યારે અલ નીનો તેની ગરમી સાથે સંકળાયેલ છે. માનવામાં આવે છે કે બંને પરિબળોની અસર ભારતીય ચોમાસા પર પડે છે. દાખલા તરીકે, વર્ષ 2020માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો. આ વર્ષે 9 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગયા વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન કોલ્ડ વેવની સ્થિતિ વધુ લાંબી ખેંચાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન