NIFTY 10,279.50 -42.25  |  SENSEX 33,234.96 +-79.60  |  USD 65.4150 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • વિન્ટરમાં આ રીતે કરો હેરની કેર, નહિં થાય ક્યારે બરછટ

વિન્ટરમાં આ રીતે કરો હેરની કેર, નહિં થાય ક્યારે બરછટ

 | 1:24 pm IST

વિન્ટરમાં હેરનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે શિયાળાની ઠંડીમાં વાળનુ ધ્યાન નથી રાખતા તો તમારા વાળ ખૂબ જ બરછટ અને નીચેથી ડબલ હેર થઇ જાય છે. આમ, જો તમે પણ શિયાળામાં તમારા હેરની કેર કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.

  • વિન્ટરમાં હેર હંમેશાં શુષ્ક લાગે છે અને ખાસ કરીને સ્કેલ્પ ડ્રાય લાગે છે. તેથી ડેન્ડ્રફ થાય છે અને ઇચિંગ થાય છે.
  • ખાસ કરીને હાઈ ડિટર્જન્ટવાળું શેમ્પૂ વાપરવું નહીં.
  • ખૂબ ગરમ પાણીથી માથું ધોવું નહીં અને ખૂબ સુગંધી તેલ નાખવું નહીં, પરંતુ હર્બલ ઓઇલથી રેગ્યુલર મસાજ કરી સ્કેલ્પને ડેન્ડ્રફરહિત બનાવી શકાય.
  • સ્કેલ્પને મોઇસ્ચરાઇઝ રાખવા માટે ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય. જેમ કે ઓલિવ ઓઇલ અથવા કોકોનટ ઓઇલ લેવું. એને નવશેકું ગરમ કરવું અને એમાં બેથી ત્રણ ડ્રોપ્સ લીંબુનો રસ નાખવો અને ધીરે-ધીરે મસાજ કરવો જેથી બ્લડ-સક્યુર્લેશન વધે અને પૂરતું પોષણ મળી રહે.