જો ચોમાસામાં રાખશો આ વાતોનું ખાસ ધ્યાન, તો બચશે લોટ્સ ઓફ મની - Sandesh
  • Home
  • Lifestyle
  • જો ચોમાસામાં રાખશો આ વાતોનું ખાસ ધ્યાન, તો બચશે લોટ્સ ઓફ મની

જો ચોમાસામાં રાખશો આ વાતોનું ખાસ ધ્યાન, તો બચશે લોટ્સ ઓફ મની

 | 3:27 pm IST

ચોમાસાની સિઝનમાં અનેક સારી વસ્તુઓ ભેજને કારણે ખરાબ થતી જતી હોય છે. પરંતુ જો તમે તમારી બધી વસ્તુઓને આ ટિપ્સ ફોલો કરીને સાચવશો તો તમને અનેક સમસ્યાઓનું હલ ઝડપથી મળી જશે અને તમારા મની પણ બચશે..

– વીજળીના જે ઉપકરણ કામમાં નથી આવી રહ્યા તેને પ્લગ કાઢીને મુકી દો. ઘણીવાર સ્વિચ ઓફ હોવા છતા વરસાદમાં કરંટ લાગે છે.
– જે અગાશી પર પાણી ટપકવાની આશંકા હોય અથવા તિરાડ પડી હોય તો તેને ઠીક કરાવી લો.
– ચોમાસામાં સિન્થેટિક કપડાં કાઢી લો, કોટન કે જાડા કપડાં મુકી દો.
– ચોમાસામાં જાડા રૂંવાટીવાળા ટુવાલને બદલે પાતળા જલ્દી સુકાઇ જાય તેવા ટુવાલનો ઉપયોગ કરો.
– ઘઉં, ચોખા, વગેરેને બે-ત્રણ મહિનાના અંદાજ પ્રમાણે બહાર કાઢી લો. અને બાકી અનાજને સારી રીતે એટલે કે ભેજ ન જાય એવી રીતે પેક કરી દો. વરસાદમાં તેને ખોલશો નહી, કારણ કે જો તેમાં હવા લાગી જશે તો અનાજમાં કીડા પડશે.
– અથાણું પણ નાની બોટલમાં કાઢીને મુકો. બાકીનુ અથાણું એવી જગ્યાએ મુકો જ્યા વરસાદની હવા ન લાગે.
– લોખંડની ખુરશીઓ તેમજ અન્ય સામાનને તેલ લગાવી દો.
– ઘરના અંધારા ખૂણામાં કીટનાશક દવા છાંટી દો. કારણ કે આવા સ્થાનમાં કીડા કે ઉધઈ જલદી લાગી જાય છે.
– વીજળીના તાર વગેરે દિવાલને અડી રહ્યા હોય તો તેને પેક કરાવી દો. વરસાદનુ પાણી પડવાથી તે ખતરનાક સાબિત થઈ શકે છે.
– સીડી, રિમોટ કંટ્રોલ વગેરેને પ્લાસ્ટિકથી કવર કરો જેથી તેમાં ભેજ ન લાગે.
– ચોમાસાના દિવસોમાં જે પડદાઓની જરૂર ન હોય તેને જુદા કરી મુકો. કારણ કે ચોમાસામાં જીવ-જંતુ, કીડી-મકોડા, ગરોળી વગેરે આ પડદામાં જ સંતાઈને બેસે છે.
– ચોમાસામાં જે વાસણો કે કપડા કામમાં ન આવતા હોય તેને બાંધીને પેક કરીને મુકી દો, જેથી તેમાં ફંગસ ન પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન