ઠંડીથી બચવા અને લગ્નમાં સ્ટાઈલિશ દેખાવા માટે આ રીતે રાખો શાલ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઠંડીથી બચવા અને લગ્નમાં સ્ટાઈલિશ દેખાવા માટે આ રીતે રાખો શાલ

ઠંડીથી બચવા અને લગ્નમાં સ્ટાઈલિશ દેખાવા માટે આ રીતે રાખો શાલ

 | 2:29 pm IST

શિયાળાની સીઝનમાં ડ્રેસિંગ સ્ટાઈલ પણ બદલાય જાય છે. ઠંડીથી બચવા માટે સ્વેટર્સ શર્ટ, જેકેટ, વૂલન કાર્ડિગન, સ્કાફ, શાલની માંગ વધી જાય છે. પરંતુ લગ્નમાં તમે બધા કરતા અલગ ફેશનેબલ દેખાવા માંગો છો તો આ ગરમ કપડાથી કામ કંઈ નહી થાય. કેમ કે, લગ્નમાં પાર્ટીવેર ડ્રેસની સાથે તમે જેકેટ અથવા સ્વેટ શર્ટ ના પહેરી શકો. વેડિંગ આઉટફીટમાં જો સ્ટાઈલિશ અને યૂનિક લુક ઈચ્છો છો તો તેવા કપડા પહેરવા જોઈએ જે તમને ઠંડીથી બચાવે અને તમે લગ્નમાં બધા કરતા સ્ટાઈલિશ પણ દેખાય શકો.

તેના માટે તમારી પાસે બે વિકલ્પ છે એક તો તમે ફેબ્રિકમાં ભારે કપડા પસંદ કરવા, જેમ કે, સિલ્ક વેલ્વેટ જેવા વગેરે. બીજો વિકલ્પ છે કે શાલ સાથે રાખવી કરવી. માત્ર ફિમેલ જ નહી પણ પુરુષો પણ ફેમિલી ફંક્શનમાં ટ્રેડીશનલ કપડા જેવા કે શેરવાની, કુર્તા પર શાલ રાખી શકે છે.

શાલ ઠંડીથી તો બચાવે સાથે તે સુંદર પણ દેખાય છે. તે તમને અલગ અલગ ડિઝાઈન અને વેરાયટીમાં મળશે. કશ્મીરી ફેબ્રિક, પશ્મીના શાલ સૌથી વધારે બેસ્ટ છે. કેમ કે, પશ્મીનાનો દોરા એકદમ મુલાયમ હોય છે તેમજ તે ગરમ પણ છે. તેમજ તેનું વજન પણ ઓછુ હોય છે એટલા માટે તેને પશ્મીના શાલને સાથે રાખી શકો છો.

પશ્મીના પર કશ્મીરી હેન્ડ વર્ક તે દેખાવમાં બહુ આકર્ષક લાગે છે. તેના સિવાય ચેક, સ્ટ્રાઈપ ડિઝાઈનિંગ વાળા પશ્મીનાને પણ લોકો વધારે પસંદ કરે છે. મહિલાઓ અને પુરુષો બંને તેને કેરી રાખી શકે છે. પશ્મીના સિવાય કોટા સિલ્ક, વેલ્વેટ ફેબ્રિકની શાલ પણ અત્યારે ટ્રેન્ડમાં છે. તેને તમારી ડ્રેસ સાથે મેચ કરી શકો છો.

સિલ્ક અને વેલ્વેટની શાલ પર કરવામાં આવેલ ઝરી અને જરદોશી વર્કથી તે બહુ સુંદર લાગે છે. ફેશનેબલ મહિલાઓ તેને વેસ્ટર્ન ડ્રેસની સાથે સ્કાર્ફ અને સ્ટોલની જેમ રાખી શકે છે.