શિયાળામાં ખાસ રાખો શુષ્ક હોઠની કાળજી - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • શિયાળામાં ખાસ રાખો શુષ્ક હોઠની કાળજી

શિયાળામાં ખાસ રાખો શુષ્ક હોઠની કાળજી

 | 3:33 am IST

મેકઓવર :- શહેનાઝ હુસૈન

ચહેરો સુંદર હોય, પરંતુ જો હોઠ શુષ્ક હોય તો તે સુંદરતામાં ઘટાડો કરે છે, જ્યારે મહિલાની સુંદરતાની વાત આવે ત્યાર પહેલું ધ્યાન તેના ચહેરા પર જ હોય છે, તેમાં પણ જ્યારે હોઠ પર નજર જાય તો હોઠ ફાટી ગયેલા, શુષ્ક હોઠ સુંદર ચહેરાને પણ સુંદર દેખાવા દેતો નથી. આ ઉપરાંત જ્યારે કોઇ પ્રસંગમાં જવું હોય તો મેકઅપમાં પણ ખાસ કરીને લિપલાઇનર કે લિપસ્ટિક યોગ્ય રીતે થઇ શક્તી નથી. હોઠ ફાટી જવા, શુષ્ક બનવા, લોહી નીકળવું, ચીરા પડવા, વગેરે જેવી સમસ્યાઓ ખાસ કરીને શિયાળામાં થતી જોવા મળે છે.

શિયાળા દરમિયાન નરમ અને સરળ હોઠની ત્વચાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઠંડી અને શુષ્ક હોઠ શિયાળાની સીઝનમાં થવા સામાન્ય બાબત છે. આ પ્રકારના હોઠ પર લિપસ્ટિક લગાવવી અશક્ય બનાવે છે.

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે હોઠ શુષ્ક બનવા તે ફક્ત ઠંડીના કારણે જ બનતંુ હોય છે, પરંતુ પોષક તત્ત્વોની ઊણપના કારણે પણ સૂકા હોઠ થતા હોય છે. કેટલીકવાર હોઠ પર ચીરા પડેલા જોઇ શકાય છે. વિટામિન એ, બી, અને સી ૨ હોઠ માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી ખાટા ફળો, પાકું પપૈયું, ટામેટાં, ગાજર, લીલા શાકભાજી, બદામ, આખા અનાજ, ઓટ અને દૂધના ઉત્પાદનો જેવા ખોરાકને આહારમાં લેવાનું શરૂ કરો. તથા તમારા ખોરાકમાં ફેરફાર કરવાની સાથે તમે પહેલા ડોક્ટરની સલાહ લો, તે વધારે યોગ્ય રહેશે. કારણ કે તબીબી સારવાર સાથે ચળકતી લિપસ્ટિક અને લિપ બામનો ઉપયોગ કરો. હોઠ પર સાબુ અને પાઉડરનો ઉપયોગ ન કરશો. આ ઉપરાંત હોઠ પરથી લિપસ્ટિક દૂર કરવા માટે લિપ જેલ અથવા તો મોઇૃરાઇઝરની મદદથી લિપસ્ટિક દૂર કરો.

જ્યાં સુધી કાળજીની વાત છે, ત્યાં સુધી, હોઠની ચામડી પાતળી અને વધારે કોમળ હોય છે. હોઠની ત્વચા તેલની ગ્રંથિઓને સમાવતું નથી. તેથી આ ત્વચા શુષ્ક ઝડપથી બની જાય છે. ખાસ કરીને શિયાળામાં મોં ધોયા પછી, મૃત ત્વચાને દૂર કરવા, તેની પર દૂધની  મલાઇ દરરોજ લગાવો. તેને એક કલાક માટે તેમ જ છોડી દો. જો તમારા હોઠ શ્યામ હોય તો મલાઇમાં લીંબુ રસના બેથી ત્રણ ટીપાં ઉમેરીને તેને હોઠ પર લગાવી લો. હોઠ પરની કાળાશ દૂર થશે.

હોઠને નરમ રાખવા માટે  

તેલ હોઠને નરમ પાડે છે, અને હોઠની સુંદરતા વધારવામાં મદદ કરે છે. દાખલા તરીકે, બદામનું તેલ ખૂબ જ પૌષ્ટિક છે, અને તે હોઠની ત્વચાને પોષણ આપે છે. બદામના તેલમાં વિટામિન-ઇ, પોટેશિયમ અને ઝિંક સહિતના કેટલાક વિટામિનો ખજાનો રહેલો છે, સાથે મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ બદામ ક્રીમ પણ ઉપલબ્ધ છે.

બદામ તેલ સહિત કોકોનેટ તેલ પણ હોઠને પોષણ આપવાનું કામ કરે છે. તથા આર્ગોન તેલ કોસ્મેટિક ગણવામાં આવે છે, જે ક્રીમ તથા મોઇૃરાઇઝરમાં ઉપયોગ કરવામાં મદદ કરે  છે. જે હોઠની સરળતાથી સંભાળ રાખી શકે છે. તથા હોઠને નરમ રાખે છે.

બદામ, કોકોનેટ તથા આર્ગોન તેલ દ્વારા માલિશ કરવાથી પણ ત્વચાને પોષણ મળે છે. અઠવાડિયામાં બે વખત લિપ ઓઇલ મસાજ કરવું જોઇએ તેનાથી હોઠ ગુલાબી, સ્વસ્થ અને સુંદર રહેશે.