winter special recipe walnut butterscotch bars recipe
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • આ શિયાળામાં ઘરે જ બનાવો હેલ્ધી વૉલનટ બટરસ્કોચ બાર્સ

આ શિયાળામાં ઘરે જ બનાવો હેલ્ધી વૉલનટ બટરસ્કોચ બાર્સ

 | 10:30 am IST
  • Share

બટરસ્કોચ વૉલનટ બાર્સ ક્રન્ચી અને બટરથી ભરપૂર હોય છે. તે ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ હોય છે અને તેનાથી પેટ ભરેલું રહે છે. આને એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. તો આ શિયાળા માટે ઘરે જ બનાવો વૉલનટ બટરસ્કોચ બાર્સ, જાણી લો રેસિપી 

સામગ્રી : ક્રસ્ટ માટે  :

  • 1/2 કપ માખણ
  • 3 ટેબલ સ્પૂન દળેલી સાકર
  • 11/2 કપ મેંદો

ઉપરથી નાખવા માટે

  • 1/2 કપ દળેલી સાકર
  • 1/2 કપ બારીક કાપેલાં અખરોટ
  • 1/4 કપ માખણ
  • 1/4 કપ ક્રીમ
  • 1/4 કપ મધ 
  • 1/2 ટીસ્પૂન વેનિલા એસેન્સ

રીત : ક્રસ્ટ માટે 

1. એક બાઉલમાં માખણ અને દળેલી સાકરને ફીણવાં જ્યાં સુધી તે હલકાં અને સુંવાળાં ન થઈ જાય.

2. મેંદો નાંખી ધીમે ધીમે નરમ લોટ બાંધવો, જો જરૂર લાગે તો જ ઠંડું પાણી નાખવું.

3. વણીને એક મોટો ટુકડો બનાવવો અને તેને 150 મિમી./200 મિમી. (6’/8′)ની એક બેકિંગ ટ્રેમાં મૂકવો.

4. 15 મિનિટ સુધી રેફ્રિજરેટરમાં રાખવો અથવા કડક થાય ત્યાં સુધી.

5. પેસ્ટ્રી પર સરખા અંતરે કાંટાથી કાણાં પાડવાં અને પહેલેથી ગરમ કરેલા ઓવનમાં 180ં સે. (360ં ફે.) તાપમાન પર 10 મિનિટ બૅક કરવું.

6. ઓવનમાંથી કાઢી લેવું અને બાજુમાં મૂકી દેવું.

ઉપરથી નાંખવા માટે : એક સૉસપૅનમાં બધી સામગ્રી મિક્સ કરવી અને ધીમા તાપે 4થી 5 મિનિટ પકાવવી.

આગળની રીત :

1. ઉપરથી નાંખવાના મિશ્રાણને અડધા બૅક કરેલા ક્રસ્ટ પર નાંખવું અને તેની સપાટી પર એકસરખું પાથરી દેવું.

2. પહેલેથી ગરમ કરેલા એક ઓવનમાં 200ં સે. તાપમાને 20 મિનિટ કે ઉપર પાથરેલા મિશ્રાણનો રંગ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી બૅક કરવું. ઓવનમાંથી કાઢી લેવું.

3. જ્યારે તે સહેજ ગરમ હોય ત્યારે જ 25 મિમી./60 મિમી. (1’/21/2′)ના લંબચોરસ ટુકડા કાપવા.

4. એકદમ ઠંડા થવા દેવા અને હવાબંધ બરણીમાં ભરવા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો