Wipro's stock reached market cap of Rs 4 lakh crore with price of Rs 708
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિપ્રોનો શેર 708ના ભાવ સાથે 4 લાખ કરોડના માર્કેટ-કેપ પર પહોંચ્યો

વિપ્રોનો શેર 708ના ભાવ સાથે 4 લાખ કરોડના માર્કેટ-કેપ પર પહોંચ્યો

 | 7:30 am IST
  • Share

  • ઉત્કૃષ્ટ પરિણામો પાછળ IT કાઉન્ટર્સમાં ભારે લેવાલી

  • માઈન્ડટ્રી 7.5 ટકા ઊછળી 4691ના સ્તરે બંધ

  • અગ્રણી આઈટી કંપનીઓ તરફ્થી સારા પરિણામોનો દોર જળવાતાં તેમના શેર્સમાં ભારે ખરીદી

અગ્રણી આઈટી કંપનીઓ તરફ્થી સારા પરિણામોનો દોર જળવાતાં તેમના શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. બુધવારે ઈન્ફેસિસ, વિપ્રો અને માઈન્ડટ્રી જેવી કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પરિણામો જાહેર કર્યા હતાં. જેમણે સ્ટ્રીટની અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કરવા સાથે ફ્યૂચર ગાઈડન્સમાં પણ સુધારો કર્યો હતો.

ગુરુવારે ઊંચો સુધારો દર્શાવનાર આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડટ્રી અગ્રણી હતી. કંપનીનો શેર 7.5 ટકા ઊછળી રૂ. 4691.20ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 4937ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 77,311 કરોડ પર જોવા મળ્યું હતું. દેશમાં ત્રીજા ક્રમની આઈટી કંપની વિપ્રોનો શેર 5.3 ટકા સુધારા સાથે રૂ. 708.25ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તેણે રૂ. 739.85ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જે વખતે કંપનીનો શેર રૂ. 4 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરી ગયો હતો અને ટીસીએસ, ઈન્ફેસિસ બાદ આ સીમાચિન્હ હાંસલ કરનાર ત્રીજી આઈટી કંપની બની હતી. ઊંચો સુધારો દર્શાવનાર કેટલાંક અન્ય આઈટી કાઉન્ટર્સમાં કોફેર્જ(5 ટકા), એમ્ફ્ેસિસ(4.4 ટકા), એલએન્ડટી ઈન્ફેટેક(2.5 ટકા), ટેક મહિન્દ્રા(2 ટકા) અને ઓરેકલ ફઈનાન્સિયલ ર્સિવસિસનો સમાવેશ થાય છે. ઈન્ફેસિસનો શેર પણ 0.4 ટકા સુધારા સાથે પોઝિટિવ બંધ જોવા મળ્યો હતો. જોકે ટીસીએસના શેરમાં નરમાઈ જળવાઈ હતી અને તે 1.2 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો