Money plant in home helps in a many way to get happiness
  • Home
  • Astrology
  • મની પ્લાન્ટથી મેળવી શકાય છે આ રીતે મનચાહ્યું પરિણામ

મની પ્લાન્ટથી મેળવી શકાય છે આ રીતે મનચાહ્યું પરિણામ

 | 8:18 pm IST

સામાન્ય રીતે મની પ્લાન્ટ ઘણા લોકોના ઘરમાં જોવા મળે છે. લોક માન્યતા મુજબ માનવામાં આવે છે કે આ છોડના નામ અને તેના પાનની બનાવટ ચલણી નોટો કે સિક્કા મુજબ છે, જે ઘરની નાણાકીય સ્થિતિને અસર કરે છે. તથા ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. જ્યાં મની પ્લાન્ટ ઘરમાં ઉગાડતા હો તો તે માટે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

ઇનડોર
મની પ્લાન્ટને ઘરની બહાર કરતાં ઘરની અંદર ઊગાડવાથી વધારે ફાયદો થાય છે. તેને એક નાનકડા કુંડામાં અથવા કાચની બોટલમાં ઊગાડી શકાય છે. જો તમે બહારની તરફ ઊગાડી રહ્યાં હોય, તો તેને ઢાંકીને રાખો અને સૂર્યનો તડકો ન લાગવા દો.

મની પ્લાન્ટને સુકાવા ન દો
તમારે નિયમિત પાણી આ છોડમાં નાંખવું જોઇએ, સૂકો અને કરમાયેલો છોડ ઘરની નાણાકીય પરિસ્થિતિ માટે યોગ્ય નથી. તેથી તેનું નિયમિત રીતે ધ્યાન રાખો.

પાંદડા નીચે ન પડે
જો તમારા મની પ્લાન્ટના બધા પાન ખરી ગયા હોય, તો તેના પાન નીચે ફર્શ પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખો, આ અશુભ માનવામાં આવે છે. તેથી ફર્શ પર પાન પડેલું ન રહેવા દો.

કઇ દિશામાં રાખવો ?
મની પ્લાન્ટને ઉત્તર-પૂર્વમાં ક્યારેય ન રાખવો જોઇએ. જોકે આ દિશામાં મૂકવાથી આર્થિક રીતે કોઇ હાનિ પહોંચતી નથી, પરંતુ પરિવારજનોના આરોગ્ય પર તેની વિપરીત અસર પડે છે.

આ દિશામાં રાખો
મની પ્લાન્ટને મુખ્યત્વે દક્ષિણ -પૂર્વ દિશામાં રાખો. કારણ કે આ ભગવાન ગણેશની દિશા છે, તેથી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે.

આર્થિક સ્થિતિ દર્શાવે છે
એવું માનવામાં આવે છે કે તમારો મની પ્લાન્ટ જેટલો લીલો હશે, ઘરમાં તેટલા જ પૈસા આવશે. મની પ્લાન્ટના પાંદડાઓ જેટલા વધુ હશે, તેટલી આર્થિક સ્થિતિ સારી રહેશે.

હાર્ટ શેપ
મની પ્લાન્ટના પાંદડા હાર્ટ શેપ એટલે હૃદયના આકારમાં હોવાના કારણે પરિવારમાં પ્રેમ અને ખુશીઓ લાવે છે. તેનાથી બગડતા સંબંધો સુધરે છે, અને ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે એક મધુર સંબંધ રહે છે.

લગ્નમાં વિઘ્ન
જો તમે પરણીત છો, તો તમે મની પ્લાન્ટ પૂર્વ-પશ્ચિમમાં ક્યારેય ન મૂકવો જોઇએ. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો તથા વાદ-વિવાદ થાય છે.

હકારત્મક ઊર્જા
એક સ્વસ્થ અને હર્યો-ભર્યો મની પ્લાન્ટ ઘરમાં હકારાત્મક ઊર્જા લાવે છે, એટલું જ નહીં, તે બીમારીઓને પણ દૂર રાખે છે.