With 13 new cases in Ahmedabad, the total number reached 77, know which area has cluster maintenance?
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં નવા 14 કેસ સાથે કુલ આંકડો 77 પર પહોંચ્યો, જાણો પશ્ચિમના કયા વિસ્તારોમાં કોરોના ઘુસ્યો?

અમદાવાદમાં નવા 14 કેસ સાથે કુલ આંકડો 77 પર પહોંચ્યો, જાણો પશ્ચિમના કયા વિસ્તારોમાં કોરોના ઘુસ્યો?

 | 12:20 pm IST

આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે આ સાથે અમદાવાદમાં કુલ આંકડો 77 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 17માં કોરોના વાયરસે પોતાનો સંક્રમણનો પગપેસરો કરી દીધો છે. રાજ્યમાં 3040 લોકોના રિપોર્ટ કરાયા છે. 2835ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 136 લોકોની હાલત સ્થિર, 4 વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 23 જેટલા લોકોને રજા અપાઈ છે.

અમદાવાદમાં પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોનાએ પગપેસરો કરી દીધો છે. અમદાવાદમાં આજની કેસોની વાત કરીએ તો, બોડકદેવમાં 3, સોલામાં 1, જુહાપુરામાં 6 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારના જશોદાનગરમાં પણ કોરોના પોઝિટિવનો કેસ નોંધવામાં આવ્યા છે.

અમદાવાદમાં લોકલ કમ્યુનિટિ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે એએમસી અને પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી હતી. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરી દેવાયા છે. શહેરો તરફથી હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે વધુ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે.

અમદાવાદમાં ડ્રોપ્લેટથી ફેલાતો કોરોનાનો વાઈરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં 3 દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 38થી વધીને 77 તેમજ રાજ્યમાં બે દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 95થી વધીને 165 પર પહોંચ્યો છે. જેથી ગરમી વધવાની સાથે કોરોનાનાં વાઈરસની તીવ્રતા ઘટી જશે તેવું માનતા લોકોએ ચેતવાની જરૂર છે. આજે કોરોનાના બીજા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં 13 કેસ અમદાવાદના છે અને ત્રણ કેસ પાટણના છે, જયારે બાકીના ભાવનગર,આણંદ અને સાબરકાંઠા જિલ્લાના છે. કુલ પોઝિટીવ કેસની સંખ્યા 165 થઇ, 23 દર્દીઓ સાજા થયા,જયારે અત્યાર સુધી કુલ 12ના મોત થયા છે.

શહેરના ડોકટરોના જણાવ્યા મુજબ, સ્વાઇન ફલૂ, ઇનફ્લૂએનન્ઝા જેવાં વાયરસ હવાથી (એરબોર્ન) ફેલાય છે, જેથી વાતાવરણમાં થતાં ફેરફારની આ વાઈરસની તીવ્રતા ગરમીની સાથે ઘટતી હોય છે. જ્યારે કોરોનાનો વાઈરસ વ્યક્તિના નાક અને થુંકનાં ડ્રોપ્લેટથી ફેલાતો હોવાથી ગરમીની કોરોનાના વાઈરસ પર અસર નહિવત થાય છે. 3 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો વધવા છતાં લોકલ ટ્રાન્સમિશનને લીધે પોઝિટિવ કેસનો વધ્યો છે.

કયા વિસ્તારને ક્લસ્ટર કેન્ટેમેન્ટ કરાયા?

ધૃવનગર, દાણીલીમડા – વસ્તી 2755
રસુલાબાદ રોડનો પટ્ટો, દાણીલીમડા -વસ્તી 2600
બાપુનગર, રખિયાલ -વસ્તી 2324
હિરાબાગ, આંબાવાડી -વસ્તી- 743
ચામડીયાવાસ, જમાલપુર -વસ્તી 1367
માતાવાડી પોળ, દરિયાપુર -વસ્તી 720
મલેકશાહ મસ્જિદ દરિયાપુર -વસ્તી 750
ક્રસ્ટલ ફ્લેટ જમાલપુર વસ્તી -2816
કુલ વસ્તી 14075

નોંધ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં આજે આવેલા પોઝિટીવ કેસોની વિગત આપી છે. જે નીચે મુજબ છે. આ લિસ્ટ પ્રકાશિત કરવા પાછળ ડરાવવાનો કે બીજો કોઈ પણ હેતું નથી, પરંતુ આ યાદી પરથી તમે જો આમાંથી કોઈ વ્યક્તિને મળ્યા હોય તો તેના પરથી સમયસર જાણ થઈને કોરોનાથી બચી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન