With 2 bills Amit Shah Become New Hindutva Face
  • Home
  • Featured
  • શું આ વ્યક્તિ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી!, ચારેબાજુ ચર્ચા થઇ શરૂ

શું આ વ્યક્તિ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી!, ચારેબાજુ ચર્ચા થઇ શરૂ

 | 8:08 am IST

સંઘ અને ભાજપના તમામ અગત્યના એજન્ડા પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરચો સંભાળતા દેખાઇ રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્રિપલ તલાક, કાશ્મીરમાંથી કલમ-370 હટાવાનું બિલ પાસ કરાવ્યું અને હવે જે રીતે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમ્યાન અમિત શાહે જવાબો આપ્યા તેનાથી તેઓ ભાજપ અને સંઘના હિન્દુત્વનો નવો ચહેરો બનીને ઉભરી રહ્યા છે.

લોકસભામાં આ બિલ પર ચર્ચા અને બિલ પાસ થવા દરમ્યાન શાહે મોરચો સંભાળ્યો અને પીએમ નરેન્દ્ર મોદી ગૃહમાં રહ્યા નહીં. જો કે શાહે કેટલીય વખત પીએમ મોદી અને તેમના ગાઇડન્સનો ઉલ્લેખ કર્યો. 2014મા મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અમિત શાહને ચૂંટણી રણનીતિમાં માહેર ખેલાડી તરીકે જોવાયા પરંતુ જ્યારે ફરીથી ભાજપે કેન્દ્રમાં વાપસી કરીતો શાહનો રોલ પણ વધી ગયો.

સંઘના એજન્ડાની નજીક ત્રીજું બિલ

નવી સરકારમાં અત્યારે ગૃહમંત્રી તરીકે તેઓ ત્રીજું અગત્યનું બિલ (જે સંઘના એજન્ડાની પણ નજીક છે) પાસ કરાવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ-370 હટાવાનું બિલ રાજ્યસભામાં લાવ્યા અને ત્યાં આખા મોરચો અમિત શાહે સંભાળ્યો. ત્યારે પીએમ રાજ્યસભામાં નહોતા.

લોખંડી પુરુષનો શ્રેય મળવા લાગ્યો

આનો શ્રેય પણ શાહને અપાયો અને ભાજપ સમર્થક તેમને લોખંડી પુરુષ કહેવા લાગ્યા. ત્યારથી જ ભાજપની અંદર ચર્ચા પણ થવા લાગી છે કે પીએમ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી અમિત શાહ જ છે અને મોદી બાદ શાહ જ પીએમ બનશે. પહેલાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને ભાજપ-સંઘનો હિન્દુત્વનો ચહેરો માની રહ્યા હતા તે બદલાતું દેખાઇ રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ – Swarnim University : વિવેક ઓબોરોય સાથે ‘સંદેશ ન્યૂઝ’ની ખાસ વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન