With a maternal innocent child molestation in Rajkot
  • Home
  • Featured
  • ‘જનતા કી અદાલત’: નરાધમને બાળકીનું આંતરવસ્ત્ર ઉતારવું ભારે પડ્યું, જાણો વિગત

‘જનતા કી અદાલત’: નરાધમને બાળકીનું આંતરવસ્ત્ર ઉતારવું ભારે પડ્યું, જાણો વિગત

 | 7:40 am IST

રાજકોટના ખાટકીવાસ કૃષ્ણપરા શેરી નં.1માં છ વર્ષની બાળકી સાથે અશોક ઉર્ફે કાળુ રાજુ ઉધરેજા ઉ.વ.26 (રહે. વેલનાથપરા-૫ મોરબી રોડ) શારિરીક અડપલા કરી ન કરવાનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતા ટોળાએ એકઠા થઈને ધોકા,પાઈપ, બેલ્ટ વડે ફટકારીને હાથ, પગ ભાંગી નાખ્યા હતા.

એ ડિવીઝન પોલીસે બંને તરફે ગુનો નોંધી હોસ્પિટલ બીછાને પડેલો નરાધમ નાસી ન જાય એ માટે પોલીસ પહેરો ગોઠવી દીધો હતો. ઘર નજીક બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યાંથી નરાધમ અશોક બાળકીને બાવડું પકડી નજીકમાં એકાંત જેવી શેરીમાં કારની પાછળ લઈ ગયો હતો. બાળકીની પિતાએ ફરિયાદમાં મુકેલા આરોપ મુજબ બાળકીનું આંતરવસ્ત્ર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ અઘટીત કૃત્ય કરે એ પૂર્વે જ ત્યાંથી પસાર થતા અન્ય વ્યક્તિની નજર પડતાં તેણે તુરત જ નરાધમને પકડી પાડી દેકારો કરતા અન્ય લોકો પણ એકઠા થયા હતા અને માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરનાર શખસને બેરહેમીથી ઝુડી નાખ્યો હતો.

ઈજાગ્રસ્ત શખસ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા જે તે સમયે ધંધાકીય ખાર રાખી ફારૂક, તોફીક અસફાકે મારમાર્યાનું પોલીસને જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ વિસ્તારવાસીઓ એ ડિવીઝન પોલીસમથકે ધસી ગયા હતા અને નરાધમે કૃત્ય આચર્યાની વાત કરતા અશોકના સાચા કરતુત સામે આવ્યા હતા અને પોલીસે બાળકીના પિતાની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં રહેલા અશોકે પણ ત્રણ ઈસમો સામે મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ઠોંસ પુરાવા માટે પોલીસે બાળકીનું વિડીયોગ્રાફી હેઠળ નોધ્યું નિવેદન
ઘટના સંદર્ભે પી.આઈ. એન.કે. જાડેજાના જણાવ્યા મુજબ આરોપી સામે ઠોંસ પુરાવા રહે એ માટે બાળકીની વિડીયોગ્રાફી સાથે પુછપરછ કરાઈ હતી જેમા તેણે તેની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. આરોપી અશોક રખડતું ભટકતું જીવન ગાળે છે અને ત્યાં મચ્છી માર્કેટમાં મીટ કાંપવા કે આવું છુટક મજુરી કામ કરી પડયો રહે છે. અશોક હોસ્પિટલમાં હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરતા તેઓએ પણ કરતુત સામે રોષ દાખવી હોસ્પિટલ જવા પણ ઈંકાર કરી દીધો હતો.