ઈ-સિગારેટથી મગજ અને હૃદયને નુકસાન થવાનું જોખમ : અભ્યાસ - Sandesh
  • Home
  • Newspaper
  • ઈ-સિગારેટથી મગજ અને હૃદયને નુકસાન થવાનું જોખમ : અભ્યાસ

ઈ-સિગારેટથી મગજ અને હૃદયને નુકસાન થવાનું જોખમ : અભ્યાસ

 | 1:16 am IST

લંડન :

ઈ-સિગારેટનો ઉપયોગ કરનારાનાં શરીરમાં ધુમાડાનાં માધ્યમથી સીસું અને અન્ય ટોક્સિક મેટલ્સ જતાં હોવાથી હૃદય અને મગજને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. ઈ-સિગારેટનો પ્રત્યેક કશ વ્યક્તિને જોખમોની નજીક લઈ જાય છે. વીતેલાં કેટલાંક વર્ષો દરમિયાન ખાસ કરીને કિશોર વયનાં બાળકોમાં અને યુવાનોમાં ઈ-સિગારેટની વપરાશનું પ્રમાણ વધ્યું છે. આરોગ્યઅધિકારીઓ, તબીબો અને સિગારેટ કંપની પણ કહે છે કે સિગારેટ કરતાં ઈ-સિગારેટનું સેવન ઓછું જોખમી છે, પરંતુ હવે અનેક નિષ્ણાતો ચેતવણી આપતા થયા છે, ઈ-સિગારેટથી થતાં નુકસાન વિષે લોકોને જાણકારી નથી. જોન્સ હોપકિન્સ યુનિર્વિસટીના સંશોધકોનાં ધ્યાને આવ્યું છે કે ઈ-સિગારેટના ધુમાડામાં લેડ(સીસા) સહિતનાં ટેક્સિક તત્ત્વો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

આમ તો સિગારેટનાં વ્યસનને મુકાબલે ઈ-સિગારેટ ૯૫ ટકા સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલાં સંશોધનો કહે છે કે ઈ-સિગારેટનાં જોખમો મોટાં છે. સંશોધકોએ આ હેતુસર ખાસ તો ફ્લેવર્ડ ઈ-લિક્વિડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમનાં ધ્યાને આવ્યું હતું કે ખાસ કરીને બાળકોમાં પ્રિય સ્વીટ ફ્લેવરમાં શ્વેત કણને નુકસાન પહોંચાડીને કેન્સરનું જોખમ વધારતાં તત્ત્વોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ઈ-સિગારેટ સલામત હોવાના દાવા કરતાં અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે વનસ્પતિ, કાગળ અને રસાયણો બળવાથી બનતા ધુમાડાને બદલે ઈ-સિગારેટ પ્રવાહીમાંથી બનતા ધુમાડાનો ઉપયોગ કરે છે, પરંતુ ખાસ કરીને ઈ-સિગારેટની હીટિંગ કોઇલ પર ધ્યાન આપવાની જરૂર છે. ઈ-સિગારેટની આ હીટિંગ કોઇલ આરોગ્યને નુકસાન પહોંચતા ટોક્સિકનું સર્જન કરીને તેને શરીરમાં પહોંચાડે છે.

જે ૫૬ લોકો રોજ ઈ-સિગારેટનું સેવન કરતાં હતાં તેમનાં સ્મોકિંગ ડિવાઇસની સંશોધકોએ તપાસ કરી હતી. હીટિંગ પ્રોસેસને કારણે જે ધુમાડો બહાર નીકળતો હતો તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું.