હસ્તી રમતી ધાત્રી સાથે એવું તો શું બન્યું કે, તે એકલતાપ્રિય બની ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • હસ્તી રમતી ધાત્રી સાથે એવું તો શું બન્યું કે, તે એકલતાપ્રિય બની ?

હસ્તી રમતી ધાત્રી સાથે એવું તો શું બન્યું કે, તે એકલતાપ્રિય બની ?

 | 3:38 am IST

મથંનમંચ

ધાત્રી  આઠમા ધોરણથી સ્કૂલ બદલી હતી, તે સ્કૂલ ઘણી દૂર હતી. ધાત્રી દેખાવડી હતી, તેના કારણે ઘણા છોકરાઓ તેને હેરાન કરતા હતા, તે છોકરાઓનું આકર્ષણ બની હતી, પરંતુ આ બધી બાબતોની તેને ખૂબ જ નવાઇ લાગતી હતી, તે આ વાત સમજી શક્તી ન હતી, કે કેમ છોકરાઓ તેને ફોલો કરે છે, કમેન્ટ કરે છે, તેની પાછળ ફરે છે, તે ટયુશન જતી ત્યાં પણ છોકરાઓ તેની પાછળ જતા હતા.

આ બધાથી કંટાળીને તેણે એક દિવસ ઘરે જઇને પોતાની મમ્મીને શાંતિથી બેસાડીને બધી વાત કરી, તેની મમ્મીએ ધાત્રીના પપ્પાને આ વિશે વાત કરી. તેના પિતાને વાત કરી અને તેના પપ્પા સોસાટીના છોકરાઓને ટોક્યા તથા તેઓના ઘરે પણ વાત કરી હતી. તેથી તે છોકરાઓ તો ધાત્રીનું નામ લેતા ન હતા.

પરંતુ તેની મમ્મી જાણતી હતી, કે ધાત્રી મોટી થઇ રહી છે, અને હવે આ ફક્ત સોસાયટી પુરતુ જ ન હતું, પણ હવે તેની સાથે આ ઘટના સ્કૂલમાં તથા ભવિષ્યમાં કોલેજમાં પણ બનશે, દરેક પળે હું કે તેના પપ્પા તેની સાથે નહીં રહીએ. તેથી તે દરેક સામાન્ય માતાની જેમ ધાત્રીને સમજાવતા હતા કે આપણે આપણા કામથી જ કામ રાખવાનું અને બીજા કોઇ સાથે વધારે વાત-ચીત ન કરવી. પરંતુ ધાત્રી ને સોસાયટીના છોકરાઓ જે હેરાન કરી હતી, તેને તેણે સામાન્ય વાત ગણીને તે તો તે વાત ભુલી પણ ગઇ હતી.

ધાત્રી સ્કૂલમાં પણ પોતાની જ મસ્તીમાં રહેતી હતી. હંમેશા પોતાના મિત્રો સાથે મજાક-મસ્તી કરવી તેને ખુબ જ ગમતી હતી. ક્યારેક તેને એકલા રહેવું પણ ગમતુ, આમ દિવસો વિતતા ગયા. થોડા દિવસો બાદ ધાત્રીના સ્કૂલમાં એક છોકરો હતો, તેણે તેને ગર્લફ્રેન્ડ બનવા માટે પ્રપોઝ કરી. ધાત્રીને આ વાતની ખુબ જ નવાઇ લાગી હતી. આમ તો સ્ટ્રોગ દેખાતી ધાત્રી આ છોકરાથી ડરવા લાગી હતી, તેની ફ્રેન્ડઝને તો બોયફ્રેન્ડ હતા, પરંતુ તેણે પોતાના વિશે આવું ક્યારેય વિચાર્યું ન હતું. જ્યારે તે કેયુરે ધાત્રીને ગર્લફ્રેન્ડ બનાવવાની વાત કરી એટલે ધાત્રી ના પાડી અને ત્યાંથી ભાગી ગઇ. કેયુર પણ સ્કૂલમાં જ હતો, તેની પણ એટલી બધી સમજ ન હતી. તેને ધાત્રી પ્રત્યે અનોખું આકર્ષણ હતું. તે ધાત્રી તરફ ખેંચાઇ જતો, જ્યારે ધાત્રીને તેનાથી ડર લાગતો હતો. તે કેયુરને દૂરથી જોઇને પણ ડરતી હતી.

એક – બે વખત તો ધાત્રીને તેણે રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તે દિવસે તો ધાત્રી ેટલી ડરી ગઇ હતી કે તેને તાવ પણ આવી ગયો હતો. તેણે આ વાત કોઇને કહી ન હતી, તે મનમાંને મનમાં મુંઝાતી હતી. તે એકાંતમાં બેઠી બેઠી રડયાં કરતી, તે સમજી શક્તી ન હતી કે તેની સાથે શું થઇ રહ્યું છે. તે સમય પણ એવો  હતો, ધાત્રીનો શારિરીક વિકાસ પણ થઇ રહ્યો હતો, સાથે આ પ્રકારની ઘટના ના કારણે તે ભણતર પણ ધ્યાન આપી શક્તી ન હતી. હંમેશા હસ્તી હસાવતી, મજાક મસ્તી કરતી ધાત્રી એકલવાયી બની ગઇ હતી. તે કોઇને સાથે વાત કરવું પસંદ ન કરતી હતી, પરંતુ તે હવે કંટાળી ગઇ હતી કેયુર થી તે માટે તેણે કોઇ નિર્ણય લેવો જ હતો.

(ક્રમશ 🙂